Panchmahal/ શહેરા તાલુકાનાં શેખપુર ગામે ખાણ ખનીજ વિભાગનાં દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

શહેરા તાલુકાના જંગલ વિસ્તાર પાસે આવેલા શેખપુર ગામે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા….

Gujarat Others
zzas 182 શહેરા તાલુકાનાં શેખપુર ગામે ખાણ ખનીજ વિભાગનાં દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

શહેરા તાલુકાના જંગલ વિસ્તાર પાસે આવેલા શેખપુર ગામે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા જમીનમાં માટી ખનન કરતુ એક જેસીબી મશીન પકડી પાડવામા આવ્યુ હતું. ખાણ ખનીજ વિભાગે આ મામલે ₹ ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

zzas 183 શહેરા તાલુકાનાં શેખપુર ગામે ખાણ ખનીજ વિભાગનાં દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામની જમીનમાં ખોદકામ થઈ રહ્યુ હોવાની માહીતીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામા આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી.જેમા જમીનમાંથી માટીનું ખોદકામ કરતા એક જેસીબી મશીનને પકડી પાડ્યુ હતુ. ખાણ ખનીજ વિભાગએ ₹ ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ જપ્ત કરેલા જે.સી.બી મશીનને તાલુકા મામલતદાર કચેરી ખાતે લાવીને ગુજરાત મિનરલ (પ્રોવેન્સન ઓફ ઈલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ)રૂલ્સ ૨૦૧૭ ના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગની રેડના બદલે ખનીજ ચોરોમા ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.

zzas 184 શહેરા તાલુકાનાં શેખપુર ગામે ખાણ ખનીજ વિભાગનાં દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

ખનન માફિયાઓ દ્વારા ખાણ ખનીજના અધિકારીઓની રેકી

શેખપુર ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામા આવતા દોડધામ મચી જવા પામી હતી.ત્યારે ખનીજ ચોરો પોતે બચવા માટે અવનવી ટેકનીક વાપરી રહ્યા છે.પોતે અધિકારીઓની રેકી કરી રહ્યા છે. જેથી માહીતી ખનન માફિયાઓ સુધી પહોચી જાય અને પકડ માંથી બચી જવાય.પણ ખાણ ખનીજ વિભાગે તેમનો દાવ ઉધો પાડી દીધો હતો.અને માટીનું ખોધકામ કરતું ખોદતુ જેસીબી જપ્ત કર્યુ હતું.

શહેરા તાલુકામાં ખનન માફિયાઓ સફેદ પથ્થરની હેરાફેરી પણ કરતા હોવાની લોકબુમો

શહેરા તાલુકાના માટી ખનન થતુ હોય છે. તેની સાથે સાથે કેટલાક ગ્રામીણ વિસ્તારમાં સફેદ પથ્થર નીકળે છે.આ પથ્થરોને પીસીને પાવડર બનાવવામાં આવે છે અને આ પાવડર કાચ અને ક્રોકરીની ચીજવસ્તુ બનાવવા માટે ઉપયોગી બને છે. આ સફેદ પથ્થરો ખનન માફિયાઓ માટે સોનાની લગડી સમાન બન્યો હોય. તેમ રાતના સમય માં ટ્રકો દ્વારા હેરાફેરી કરતા હોવાની લોક બુમો થતી રહે છે.ભૂતકાળમાં પણ જવાબદાર તંત્ર દ્વારા આવા સફેદ પથ્થરોની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓ સામે પગલા ભરવામા આવ્યા હતા.વધુમા ખનીજચોરી કરીને સરકારી તિજોરીને આર્થિક રીતે નુકસાન કરનારાઓ સામે જવાબદાર તંત્ર ક્યારે પગલા ભરશે તેવુ લોકમુખે ચર્ચાઈ રહયું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો