Gujarat-Storm/ ગુજરાતમાં મીની વાવાઝોડાંએ તારાજી સર્જી, બેનાં મોત

ગુજરાતમાં મીની વાવાઝોડાએ તારાજી સર્જી છે. રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. જ્યારે રાજ્યના લગભગ 250 ગ્રામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત રાજ્યમાં 41 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યના 41 તાલુકાના બે મિનીથી 38 મિમી સુધી વરસાદ પડ્યો છે.

Gujarat Gandhinagar

ગાંધીનગરઃ ગુજરાતમાં મીની વાવાઝોડાએ તારાજી સર્જી છે. રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. જ્યારે રાજ્યના લગભગ 250 ગ્રામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત રાજ્યમાં 41 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યના 41 તાલુકાના બે મિનીથી 38 મિમી સુધી વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. કમોસમી વરસાદના લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બીજી બાજુએ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. તેમને ઉનાળુ પાકને લઈને ચિંતા છે. મંગળવારે પણ અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે.

વડોદરા જિલ્લામાં ડભાઈમાં વરસાદના લીધે ઊભા પાકને મોટાપાયે નુકસાન ગયું છે. ડભોઈના વસઈ ગામે પાકને મોટું નુકસાન થયું છે. ડાંગર અને જુવારનો પાક પલળી ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. 1,500 વીઘામાં વાવેલા જુવારના પાકને નુકસાન થયું છે. 200થી 500 વીઘામાં ડાંગરને નુકસાન થયું છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સુજાનગઢ ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. ખેતરમાં મહિલા પર વીજળી પડતા મોત થયું છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં વીજળી પડતા કેટલાક પશુઓના મોત થયા હતા. ખેતરમાં ગાય અને ભેંસ પર વીજળી પડી હતી.

નવસારીમાં વાવાઝોડાના પગલે અંબિકા નદીમાં આવેલા પૂરમાં ડૂબવાના લીધે કિશોરનું મોત થયું હતું. ગણદેવીના બિલિમોરા શહેરમાં આ ઘટના બની હતી. કિશોર નદી કિનારે પગ ધોવા ગયો હતો. મિત્રને બચાવવા અન્ય કિશોર નદીમાં પડ્યો હતો. તેનું નદીના પ્રવાહમાં તણાઈ જતાં મોત થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત