શિક્ષણ વિભાગ/ ધો.10-12ના રિપિટરની પરીક્ષા અને ગુજકેટ મુદ્દે શિક્ષણમંત્રીની સ્પષ્ટતા કહ્યું, – પરીક્ષા રદ થાય તેવા વહેમમાં ના રહેતા

કોઈ ખોટા વહેમમાં ન રહેતા. રીપીટરની પરીક્ષા તો યોજાશે જ. 15 જુલાઈથી પરીક્ષા યોજાશે તે માટે તૈયારી પણ થઈ ચૂકી છે.

Top Stories Gujarat Others
647657 chudasamabhupendrasinh 020318 ધો.10-12ના રિપિટરની પરીક્ષા અને ગુજકેટ મુદ્દે શિક્ષણમંત્રીની સ્પષ્ટતા કહ્યું, - પરીક્ષા રદ થાય તેવા વહેમમાં ના રહેતા

ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ધોરણ 10-12ના રેગ્યુલર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને ધોરણ ૧૦નું તો પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે રીપીટર વિદ્યાર્થીઓના મામલે પણ માસ પ્રમોશન માટે માંગણી કરવામાં આવી રહી છે. ધોરણ 10 અને 12ની રીપીટરની પરીક્ષા રદ કરવા મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ પત્ર લખી માંગણી કરી હતી.

ત્યારે આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પસ્ટતા કરતા જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ના રિપિટરની પરીક્ષા રદ્દ નહિ જ થાય, અમે સમજી ને જ પરીક્ષા યોજી છે. કોઈ ખોટા વહેમમાં ન રહેતા. રીપીટરની પરીક્ષા તો યોજાશે જ. 15 જુલાઈથી પરીક્ષા યોજાશે તે માટે તૈયારી પણ થઈ ચૂકી છે.

વધુમાં રાજ્યના ધોરણ 12 ના વિધાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાની તારીખ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, JEE અને NEET ની પરીક્ષાઓની તારીખ જાહેર થયા બાદ ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરીશું. પરીક્ષાની તારીખો ક્લેશ ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.