Surat News: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના સેનાખાડી બ્રિજ તથા કીમ-ઓલપાડ-સુરતને જોડતાં રસ્તાના વિવિધ પ્રશ્નો બાબતે સ્થળ મુલાકાત કરી હતી. પુલનું અંતિમ તબક્કાનું જે કાર્ય થઈ રહ્યું છે તેને ઝડપભેર પૂર્ણ કરવા મંત્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તમામ વિભાગના અધિકારીઓને સંકલન કરી વહેલી તકે પુલનું બાકીનું કામ પૂર્ણ કરવા તેમણે તાકીદ કરી હતી.

આ તકે સેનાખાડી બ્રિજનું નિરીક્ષણ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, ઓલપાડ (Olpad) બજારના ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ ઓલપાડ ટાઉનમાંથી બાયપાસ કિમને સુરત સાથે જોડતા પુલનું સેના ખાડી પર નિર્માણ કરવામાં આવ્યું હતું. કેટલાક કાયદાકીય પ્રક્રિયા, પાણીની લાઈન, ઈલેક્ટ્રિક લાઈન તેમજ ગેસ લાઈન શિફટીંગ જેવી સમસ્યાઓનું નિવારણ કરી કામ આગળ વધારવામાં આવ્યું છે. હાલ પૂરતું પુલ પર લાઈટ પોલ્સના સ્થાને હાઈમસ મૂકવામાં આવશે. નજીકના દિવસોમાં આ પુલ વાહનવ્યવહાર માટે ખૂલ્લો મૂકવામાં આવશે અને લોકોને પડતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે.
@મહેન્દ્રસિંહ માંગરોલા
આ પણ વાંચો:બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો,રો-રો ફેરી મારફતે થતી હતી દારૂની હેરાફેરી
આ પણ વાંચો:દાહોદમા બુટલેગરો બન્યા બેફામ,પોલીસ પર કર્યો હુમલો
આ પણ વાંચો:બુટલેગર સાથે પકડાયેલી નીતા ચૌધરીના જામીન રદ
