Not Set/ રાજયમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા થયા બીમાર, સામાન્ય તાવ આવતા ગૃહમાં રહયા ગેરહાજર

હાલમાં ચાલી રહેલી ગુજરાત વિધાનસભામાં રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા ગૃહમાં ગેર હાજર રહ્યા હતા. સામાન્ય તાવ જેવા લક્ષણો જણાતા અમદાવાદ યુ. એન. મહેતાથી ટિમ બોલાવાઈ છે.

Gujarat Others Trending
harshad ribadiya 1 રાજયમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા થયા બીમાર, સામાન્ય તાવ આવતા ગૃહમાં રહયા ગેરહાજર

હાલમાં ચાલી રહેલી ગુજરાત વિધાનસભામાં રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા ગૃહમાં ગેર હાજર રહ્યા હતા. હકુભાના હુલામણા નામથી જાણીતા ધર્મેન્દ્ર સિંહની તબિયત લથડતા અને સામાન્ય તાવ જેવા લક્ષણો જણાતા અમદાવાદ યુ. એન. મહેતાથી ટિમ બોલાવાઈ છે. અને હાલમાં તેમના ચેકઅપ ચાલી રહ્યું છે. રાજ્યમંત્રીના સ્વાસ્થ્ય  ચકાસણી ચાલી રહી છે. અને તકેદારીના ભાગરૂપે ગૃહમાં  ગેરહાજર રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એમને તાવ નથી. પરંતુ સામાન્ય શરદી છે. આજે કોરોના સહિતના રિપોર્ટ કરાવ્યા છે.
સાંજે રિપોર્ટ આવતા આગળ નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે ગત ૨૭ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.