Not Set/ MLA મધુ શ્રીવાસ્તવનો વધુ એક વિડીયો વાયરલ, આવી રીતે કરી હનુમાન ભક્તિ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના સંક્રમીતોનો આંક વધી રહ્યો છે. ત્યારે સરકારના કોરોનાને નાથવાના પ્રયાસો પર સરકારના જ નેતાઓ પાણી ફેરવી રહ્યા હોય તેવું લાગુ રહ્યું છે. ભાજપ વડોદરાના બાહુબલી મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. કોરોના કાળમાં કોરોના ગાઈડલાઈન્સનું ઉલંઘન કરી ને હનુમાન ભક્ત […]

Gujarat Vadodara
c64865fa49b01d30b4c738f5bc22cb47 MLA મધુ શ્રીવાસ્તવનો વધુ એક વિડીયો વાયરલ, આવી રીતે કરી હનુમાન ભક્તિ
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના સંક્રમીતોનો આંક વધી રહ્યો છે. ત્યારે સરકારના કોરોનાને નાથવાના પ્રયાસો પર સરકારના જ નેતાઓ પાણી ફેરવી રહ્યા હોય તેવું લાગુ રહ્યું છે.

ભાજપ વડોદરાના બાહુબલી મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. કોરોના કાળમાં કોરોના ગાઈડલાઈન્સનું ઉલંઘન કરી ને હનુમાન ભક્ત એવા મધુ શ્રીવાસ્તવ ટોળાની વચ્ચે માસ્ક વિના જ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. અત્રે નોધનીય છે કે મધુ શ્રીવાસ્તવ હાલમાં જ કોરોના મુક્ત બન્યા છે. ત્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તેઓએ એક ભજન કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. જેનો પુરાવો આપતો વીડિયો પણ સામે આવ્યો છે.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભજન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે ધારાસભ્ય કોરોના ગાઈડલાઈન્સ ભૂલી ડાન્સ કરવા લાગ્યા હતા. એટલુ જ નહિ, તેઓ માસ્ક પહેર્યા વગર ટોળામાં ઝૂમ્યા હતા. તો સાથે તેમના સમર્થકો પણ માસ્ક વગર ધારાસભ્ય સાથે ઝૂમ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….