Not Set/ MNS ચીફ રાજ ઠાકરેએ પુત્ર અમિતને રાજકારણમાં લોન્ચ કર્યો, પાર્ટીનો નવો ધ્વજ પણ જાહેર કર્યો

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં તેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નાં મહાસંમેલન બાદ આજે પોતાનો નવો પક્ષ ધ્વજ લોન્ચ કર્યો હતો. સાથે સાથે કહી શકાય કે મોટા ભાઇ શિવસેનાનાં(ઉદ્ધવ ઠાકરેનાં)  પગલે પગલે  મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નાં વડા રાજ ઠાકરેએ પણ તેમના પુત્ર અમિત ઠાકરેને સક્રિય રાજકારણમાં લોન્ચ કરી પાર્ટીમાં સામેલ કર્યા છે. ઉલ્લેખનીય છે […]

Top Stories India Politics
mns.JPG1 MNS ચીફ રાજ ઠાકરેએ પુત્ર અમિતને રાજકારણમાં લોન્ચ કર્યો, પાર્ટીનો નવો ધ્વજ પણ જાહેર કર્યો

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં તેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નાં મહાસંમેલન બાદ આજે પોતાનો નવો પક્ષ ધ્વજ લોન્ચ કર્યો હતો. સાથે સાથે કહી શકાય કે મોટા ભાઇ શિવસેનાનાં(ઉદ્ધવ ઠાકરેનાં)  પગલે પગલે  મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નાં વડા રાજ ઠાકરેએ પણ તેમના પુત્ર અમિત ઠાકરેને સક્રિય રાજકારણમાં લોન્ચ કરી પાર્ટીમાં સામેલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે શિવસેના દ્વારા આદિત્ય ઠાકરેને સક્રિય રાજકારણમાં લોન્ચ કરવામાં આવ્યા હતા અને ઠાકરે પરિવારમાંથી હાલ સુધી માત્રને માત્ર આદિત્ય ઠાકરે જ છે જે કોઇ પણ પ્રકારનું ઇલેક્શન લડ્યા હોય અને જીત્યા બાદ સત્તામાં આવ્યા હોય.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે જોડાણની ચર્ચા થઈ હતી. ભાજપ અને મનસે વચ્ચે જોડાણની ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે મનસેના વડા રાજ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તાજેતરમાં મળ્યા હતા. રાજ ઠાકરેએ સંકેત આપ્યો હતો કે તેમની પાર્ટી નવી ઓળખ અને નવી વિચારધારાથી પોતાને મજબૂત કરશે.

મનસેના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીનો એક વર્ગ એમએનએેેસનું ભાજપ સાથે જોડાણ બનાવવા માંગે છે. રાજ્યમાં મહારાષ્ટ્ર વિકાસ આગાડી સરકારની રચના બાદ રાજ્યનું રાજકારણ બદલાઈ ગયું છે. મનસે અને ભાજપ બંનેને એક બીજાની જરૂર છે. 

માનસેનાં નેતાએ વધુમાં કહ્યું કે, જો મહાગઠબંધન થાય તો ભાજપને આર્થિક મદદ મળશે જ્યારે મનસે ભાજપને ઘણા મોરચે એમવીએ સામે લડવામાં મદદ કરશે. આપને જણાવી દઇએ કે, પૂર્વે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘મનસે અને ભાજપની વિચારધારા વચ્ચે ઘણો તફાવત છે. અમે બંને ઘણી વાર મળી ચૂક્યા છે, પરંતુ ત્યા સુધી જોડાણની કોઈ અવકાશ નથી, જ્યાં સુધી બંનેની વિચારધારા વચ્ચે તફાવત છે. ત્યાં સુધી અમે એક સાથે નહીં આવીશું. તેમણે કહ્યું કે જો તેમનું વલણ બદલાશે તો પછી આપણે ભવિષ્યમાં વિચારણા કરી શકીશું.

ત્યારે માનસેનાં વડા દ્વારા પક્ષને નવા રુપમાં અને નવી વિચારધારા સાથે ફરી ઉભો કરવાની વાત કહેવામાં આવતા ભાજપ અને માનસેનાં જોડણની અટકળો તેજ જઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.