Not Set/ પોક્સો એક્ટમાં સંશોધન અને ભાગેડુ અપરાધના બિલ માટેના અધ્યાદેશને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

દિલ્લી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળ્યો છે. આ તમામ ઘટનાઓ બાદ આરોપી સામે સખ્ત સજા ફટકારવા દેશભરમાં રોષની લાગણી બાદ મોદી સરકાર દ્વારા આ આરોપીને મોતની સજા ફટકારવાના પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટે મંજુરી આપી હતી. ત્યારે હવે આ અધ્યાદેશને રાષ્ટ્રપતિ એ પણ મંજૂરી આપી છે. […]

Top Stories
jdudjjd પોક્સો એક્ટમાં સંશોધન અને ભાગેડુ અપરાધના બિલ માટેના અધ્યાદેશને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

દિલ્લી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળ્યો છે. આ તમામ ઘટનાઓ બાદ આરોપી સામે સખ્ત સજા ફટકારવા દેશભરમાં રોષની લાગણી બાદ મોદી સરકાર દ્વારા આ આરોપીને મોતની સજા ફટકારવાના પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટે મંજુરી આપી હતી. ત્યારે હવે આ અધ્યાદેશને રાષ્ટ્રપતિ એ પણ મંજૂરી આપી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ હવે ૧૨ વર્ષથી નાની બાળકીઓના રેપ કેસમાં હવે મોતની સજા ફટકારવામાં આવશે.

આ ઉપરાંત ૧૬ વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે થતા રેપના કેસમાં ફટકારવામાં આવતી ૧૦ વર્ષથી સજાને વધારીને ૨૦ વર્ષ કરવામાં આવી છે તેમના આરોપીને આજીવન કેદ પણ થઇ શકે છે.

તેમજ મહિલાઓ સાથે થતા રેપના કેસમાં ઓછામાં ઓછી સજા ૭ વર્ષથી વધારી ૧૦ વર્ષ કરી દેવામાં આવી છે. આ કેસમાં પણ આરોપીને ઉમ્ર કેદની સજા ફટકારવામાં આવી શકે છે.

પોક્સો એક્ટમાં ફેરફાર કરવાની સાથે સાથે રાષ્ટ્રપતિએ રવિવારે દેશની બેંકોને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી વિદેશ ભાગી જનારા કૌભાંડીઓના ભાગેડુ આર્થિક અપરાધીના અધ્યાદેશને પણ મંજૂરી આપી છે.

હવે આ અધ્યાદેશને મંજૂરી મળ્યા બાદ આ કાયદાની જોગવાઈ હેઠળ કૌભાંડીઓ સામે ગુનો નોધવામાં આવશે તેમજ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ રૂપિયાના કૌભાંડીઓ સામે તેઓની ધરપકડ કરવા માટે વોરંટ પણ બહાર પાડવામાં આવશે.

આ ઉપરાંત કૌભાંડીઓને તેમના આરોપો સાબિત થાય પહેલા જ હવે તેઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.

મહત્વનું છે કે, આ પહેલા વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી સહિતના કૌભાંડીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ગોટાળા બાદ તેઓ સામે ગત ૧૨ માર્ચના રોજ લોકસભામાં ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ ૨૦૧૮ (ભાગેડુ આર્થિક અપરાધી બિલ) રજુ કરવામાં આવ્યું હતું પરંતુ ભારે હોબાળાના કારણે પસાર થઇ શક્યું ન હતું.