Not Set/ આર્યન ખાન સહિતના આરોપીના મોબાઈલ મોકલાયા ગાંધીનગર, થઈ શકે છે મોટા ખુલાસા

ફોરેન્સિક તપાસ માટે જાણીતી ગાંધીનીગરની ફોરેન્સિક લેબોરેટરીમાં આર્યન સહિત અન્ય આરોપીઓના ફોન મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે NCB દ્વારા..

Top Stories Gujarat Others
આર્યન ખાનની

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ આર્યન ખાન અને તેની સાથે પકડાયેલા લોકોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આર્યન સિવાય તમામ આરોપીઓ એજન્સીની તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. NCB એ આરોપ લગાવ્યો હતો કે આર્યન ખાન અને તેની સાથે પકડાયેલા આરોપીઓના મોબાઇલ ફોનમાંથી આવી કેટલીક વોટ્સએપ ચેટ્સ મળી છે, જે સૂચવે છે કે આ લોકો આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સાથે જોડાણ ધરાવે છે.

આ પણ વાંચો :શાહરુખ ખાનને મળીને ભાવુક થયો આર્યન, દીકરા માટે બર્ગર લઈને પહોંચી ગૌરી

આ કેસમાં તપાસને આગળ ધપાવતા, એજન્સીએ હવે આર્યનનો મોબાઈલ ફોન ગાંધીનગરની લેબમાં ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, NCB એ જાણવા માંગે છે કે શું મોબાઈલમાંથી અમુક ડેટા અને ચેટ્સ ડિલીટ કરવામાં આવ્યા છે. NCB એ કોર્ટમાં દાવો કર્યો છે કે આર્યને ચેટમાં ડ્રગ્સ ખરીદવા માટે પેમેન્ટ મોડ વિશે વાત કરી હતી અને વિવિધ કોડ નામનો ઉપયોગ કર્યો હતો.

આર્યન

ફોરેન્સિક તપાસ માટે જાણીતી ગાંધીનીગરની ફોરેન્સિક લેબોરેટરીમાં આર્યન સહિત અન્ય આરોપીઓના ફોન મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે NCB દ્વારા મુંબઈની કોર્ટમાં કરેલી રજૂઆત દરમિયાન વોટ્સએપ ચેટ્સ દ્વારા કેટલી મહત્વના પુરાવા મળવાની વાત કરી હતી. આ રેકોર્ડ્સની તપાસ કરીને ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કેટલા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવતું હતું તેને લગતી વિવિધ માહિતી સામે આવી શકે છે.

આ પણ વાંચો : PM મોદીએ અરવિંદ ત્રિવેદીના નિધન પર વ્યક્ત કર્યો શોક, નટુકાકાને પણ પાઠવી શ્રદ્ધાંજલિ

ફોરેન્સિક લેબમાં ફોનમાંથી મહત્વના કેસને લગતા રેકોર્ડ્સ એકઠા કરવામાં આવશે. આ રેકોર્ડના આધારે કેસની તપાસમાં વધુ મદદ મળી શકે છે.

આર્યન ખાન

NCB એ હવે આ કેસમાં વધુ 6 લોકોની અટકાયત કરી છે. આમાંથી 4 લોકો દિલ્હીની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ક્રે એક્સપિરિયન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા છે. અત્યાર સુધી NCB એ આ કેસમાં કુલ 16 લોકોને કસ્ટડીમાં લીધા છે.

આ પણ વાંચો :ભેંસનું દૂધ દોહતી નેહા કક્કરનો વીડિયો વાયરલ, ચાહકોએ કહ્યું આવું..

દરમિયાન, અહેવાલ છે કે આર્યન ખાને NCB ની કસ્ટડીમાં નેઝલ સ્પ્રે સિવાય કેટલાક સાઇન્સના પુસ્તકોની માંગણી કરી છે. અધિકારીઓએ તેમને જરૂરી વસ્તુઓ પૂરી પાડી છે. NCB કસ્ટડીમાં આર્યન, અરબાઝ અને મુનમુનને મસૂર અને ચોખા જેવા સાદા ખોરાક આપવામાં આવી રહ્યા છે. કેટલાક અહેવાલો કહે છે કે આરોપીઓને નજીકની રેસ્ટોરન્ટમાંથી બિરયાની પણ ખવડાવવામાં આવી હતી.

શાહરુખના સમર્થમાં ઉતર્યા ચાહકો.. 

આર્યનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર લોકો શાહરૂખ ખાનના સમર્થનમાં બહાર આવ્યા છે. આખી રાત મન્નતની બહાર ચાહકોનો મેળાવડો હતો. લોકોએ ત્યાં ‘વી સ્ટેન્ડ વિથ આર્યન ખાન’ સાથે બેનરો લગાવ્યા છે. તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે.

મન્નતની બહાર એક હોર્ડિંગમાં લખ્યું હતું કે ‘આ દુનિયાના દરેક ખૂણામાં તમારા ચાહકો તમને અપાર અને બિનશરતી પ્રેમ કરે છે. આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ કિંગ, ધ્યાન રાખો.

આ પણ વાંચો : આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા ન હોય તો છોડી મુકો, ટ્વિટર પર થયું ટ્રેન્ડ #WeStandWithAryanKhan