Not Set/ વિકાસનાં મોડલ સ્ટેટ ગુજરાતમાં વરસાદનાં કારણે હાલ 66 રસ્તા બંધ !!

ગુજરાતમાં હાલ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યનાં તમામ જીલ્લાઓમાં વરસાદ સારા પ્રમાણમાં વરસ્યો છે. તમામ નદી-નાળા મહત્મ સપાટી પર વહી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ વરસાદનું જોર રાજ્યભરમાં જોવામાં આવશે આ હકીકત છે. તમામ હકીકતો વચ્ચે તે પણ હકીકત છે કે દેશભરમાં ગુજરાતનાં વિકાસની વાહવાહ થાય છે કે, કરવામાં આવે છે. પરંતુ […]

Top Stories Gujarat Others
road closed4 વિકાસનાં મોડલ સ્ટેટ ગુજરાતમાં વરસાદનાં કારણે હાલ 66 રસ્તા બંધ !!

ગુજરાતમાં હાલ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યનાં તમામ જીલ્લાઓમાં વરસાદ સારા પ્રમાણમાં વરસ્યો છે. તમામ નદી-નાળા મહત્મ સપાટી પર વહી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ વરસાદનું જોર રાજ્યભરમાં જોવામાં આવશે આ હકીકત છે. તમામ હકીકતો વચ્ચે તે પણ હકીકત છે કે દેશભરમાં ગુજરાતનાં વિકાસની વાહવાહ થાય છે કે, કરવામાં આવે છે. પરંતુ ખરેખર શું આજ છે વિકાસ ?

road closed2 વિકાસનાં મોડલ સ્ટેટ ગુજરાતમાં વરસાદનાં કારણે હાલ 66 રસ્તા બંધ !!

ગુજરાત જેવા વિકાસનાં મોડલ સમા રાજ્યમાં વરસાદનાં કારણે હાલ નાના-માટો રાજ્યભરનાં 66 રસ્તા બંધ છે. આ રસ્તામાં ગામડાને ગામડાથી જોડતા અંતરીયાડ રોડ જ નહી પણ સ્ટેટ હાઇવેનો પણ સમાવેશ થાય છે. 66 રસ્તામાં 6 સ્ટેટ હાઈવે બંધ છે. તો
56 જેટલા પંચાયતનાં રસ્તા બંધ થઇ ગયા છે. 4 અન્ય ગ્રામ પંચાયતનાં રસ્તા પણ બંધ હોવાની વિગતો જાણવામાં આવી રહી છે.

road closed વિકાસનાં મોડલ સ્ટેટ ગુજરાતમાં વરસાદનાં કારણે હાલ 66 રસ્તા બંધ !!

ત્યારે સરકાર અને વિકાસની વાતો કરતા અને દેશભરમાં ગુજરાતને વિકાસનાં મોડલ સ્ટેટ તરીકે “બદનામ” કરતા તંત્રની સ્થિતિ વરસાદમાં ગાબડા પડેલ રોડ જેવી જોવામાં આવી રહી છે.

road closed1 વિકાસનાં મોડલ સ્ટેટ ગુજરાતમાં વરસાદનાં કારણે હાલ 66 રસ્તા બંધ !!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન