Not Set/ PM અને BJP ની ગરીબ વિરોધી નીતિ ખુલી પડી ગઇ છેઃ માયાવતી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લખનઉમાં ચૂટણી સભાના એક દિવસ બાદ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ મીડિયા સાથે વાત કરતા પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, બીજેપીની ગરીબ વિરોધી નીતીનો પર્દાફાસ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, નિષ્ફળતા છુપાવવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીએ નોટબંધીનો સહારો લીધો છે. માયાવતીએ આરોપ લગાવ્યો હતો […]

India
PM અને BJP ની ગરીબ વિરોધી નીતિ ખુલી પડી ગઇ છેઃ માયાવતી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લખનઉમાં ચૂટણી સભાના એક દિવસ બાદ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ મીડિયા સાથે વાત કરતા પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, બીજેપીની ગરીબ વિરોધી નીતીનો પર્દાફાસ થયો છે.

તેમણે જણાવ્યું હતું કે, નિષ્ફળતા છુપાવવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીએ નોટબંધીનો સહારો લીધો છે. માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે, દેશમાં ધનિક શેઠોને છોડીને દેશની 90 ટકા લોકો હેરાન થયા છે. દેશણાં નોટબંધી કાળો અધ્યાય છે.

માયાવતીએ જણાવ્યુ હતું કે, પીએમ મોદી ખોટી કાર્યશૈલીથી જનતામાં ચિંતા યથાવત છે. પીએમના અચ્છે દિનના આસાર ઓછા દેખાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, એવી વ્યવસ્થા બને કે પૈસા માટે લોકો લાચાર ના રહે.

માયાવતીએ આશા વ્યક્ત કરી છે કે, વર્ષમાં પીએમ મોદી અને બીજેપીને સદ્દબુદ્ધી આવશે. તેમણે જણાવ્યુ હતું કે, પીએમના સંબોધનથી સ્પષ્ટ થાય છે કે, આશા પુરી નહિ થાય ગરીબ મધ્યમ વર્ગ પીએમ પાસે આશા રાખી બેઠો છે કે, તેમના ખાતામાં 15-20 લાખ જમા થશે. પીએમ મોદીન  સંબોધનથી લોકોને નિરાશા હાથ લાગી છે. કાલે લખનઉમાં પીએમ મોદીનું ભાષણ પણ ધ્યાન ભટકાવનાર હતું. માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે, લખનઉની સભામાં ભાડાની ભીડ હતી.