Not Set/ વટહૂકમ ફરી બહાર પાડવો સંવિધાન સાથે મજાક સામાનઃ સુપ્રિમ કોર્ટની સંવૈધાનિક પીઠ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે સોમવારે કહ્યું કે, વટહૂકમને વારંવાર બહાર પડવો સંવિધાન વિરુદ્ધ છે. કોર્ટે જણાવ્યું હતું કે, આ લોકશાહી પ્રક્રિયાને નુક્સાન પહોંચાડી શકે છે. વિશેષ કરીને ત્યારે જ્યારે સરકાર કેબિનેટ સમક્ષ રજૂ કરવાનું ટાળતું હોય. સાત ન્યાયધિશોની બેંચ વાળી સંવેધાનિક પીઠે 6-1 ની બહુમતથી કહ્યું કે, વટહૂકમ ફરીવાર બહાર પાડવો સંવૈધાનિક રૂપથી અસ્વીકાર્ય છે. […]

India
supreme વટહૂકમ ફરી બહાર પાડવો સંવિધાન સાથે મજાક સામાનઃ સુપ્રિમ કોર્ટની સંવૈધાનિક પીઠ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે સોમવારે કહ્યું કે, વટહૂકમને વારંવાર બહાર પડવો સંવિધાન વિરુદ્ધ છે. કોર્ટે જણાવ્યું હતું કે, આ લોકશાહી પ્રક્રિયાને નુક્સાન પહોંચાડી શકે છે. વિશેષ કરીને ત્યારે જ્યારે સરકાર કેબિનેટ સમક્ષ રજૂ કરવાનું ટાળતું હોય.

સાત ન્યાયધિશોની બેંચ વાળી સંવેધાનિક પીઠે 6-1 ની બહુમતથી કહ્યું કે, વટહૂકમ ફરીવાર બહાર પાડવો સંવૈધાનિક રૂપથી અસ્વીકાર્ય છે. અને તે સંવૈધાનિક યોજનાને નુક્સાન પહોંચાડનાર છે. જે અનુસાર વટહૂકમ બહાર પાડવાની સીમિત શક્તિ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને આપવામાં આવી છે.

ન્યાયમૂર્તિ ડીવાઇ ચંદ્રચૂડે ન્યાયમૂર્તિ એસએ બોબડે, ન્યાયમૂર્તિ એકે ગોયલ, ન્યાયમૂર્તિ યૂયૂ લલિત અને ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ તરફથી બહુમતનો નિર્ણય લખતી વખતે  કહ્યું હતુ કે, કોઇ પણ વટહૂકમમાં વિધાનમંડળ સમક્ષ કેબિનેટ સમક્ષ રજૂ નહી કરવાની નિષ્ફળતા એક ગંભીર પ્રકારની અસંવેધાનિક ઉપલ્લબ્ધી છે. અને સંવેધાનિક પ્રક્રિયાનો દુર્પયોગ છે.

તેમણે જણાવ્યું હતું કે, “વટહૂકમને ફરી બહાર પાડવાથી સંવિધાન સાથે મજાક અને લોકતાંત્રિક પ્રક્રિયાને નુક્સાન પહોંચાડનારું છે.”  એક માત્ર અસહમત ન્યાયધીશ ન્યાયમૂર્તિ એમબી લોકુરના વિચાર હતો કે, કોઇ રાજ્યના રાજ્યપાલ દ્વારા કોઇ વટહૂકમને ફરી બહાર પાડવો સંવિધાન સાથે કોઇ મજાક નથી.,,