Not Set/ મોદી ઠાકરે મુલાકાત અને મરાઠા અનામતની વાત

રાજકીય ચર્ચાઓનો દોર શરૂ, પરંતુ સંસદમાં અનામતની ટકાવારી વધારતો ખરડો પસાર થાય તો જ આ બાબત શક્ય છે

India Trending

રાજકીય ચર્ચાઓનો દોર શરૂ, પરંતુ સંસદમાં અનામતની ટકાવારી વધારતો ખરડો પસાર થાય તો જ આ બાબત શક્ય છે

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

કોઈ વિપક્ષી નેતા કે મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે એટલે તરત જ રાજકીય અટકળોનો દોર શરૂ થઈ જાય છે અથવા તો કોઈ વિપક્ષી નેતા વડાપ્રધાનનના એક યા બીજા પ્રશ્ન અંગે વખાણ કરે તો પણ આવી ચર્ચા શરૂ થતાં વાર લાગતી નથી. ભૂતકાળમાં પણ આવું બન્યું હતું અને આજે પણ આવું ચાલું છે. તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને તેમના નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી જઈ મળ્યા. તેમની સાથે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી. મહારાષ્ટ્ર માટે વેકસીનના કેટલા ડોઝની જરૂરત છે તેવી વાત પણ કરી. મરાઠા અનામતની વાત તો શીવસેનાના સુપ્રિમો કરે જ એમાં નવાઈની વાત નથી. કશું નવું પણ નથી. મહારાષ્ટ્રનો આ સળગતો સવાલ છે. જાે કે કોર્ટે ૫૦ ટકા વાળા માપદંડના આધારે મરાઠા અનામત માન્ય રાખી નથી એટલે આ માટે બંધારણ સુધારો કરવો પડે તેવી હાલત છે.


હવે આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ પત્રકારો સાથે ઉધ્ધવ ઠાકરેએ વાત કરી તેમાં કહ્યું કે વડાપ્રધાન સમક્ષ અમે વેક્સીનેશન અભિયાનને વેગ આપવા સહિતના મહારાષ્ટ્રના વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા છે. વડાપ્રધાને અમારી દરેક વાતો શાંતિથી સાંભળી છે. મહારાષ્ટ્ર અઘાડીના નેતા અને શીવસેનાના સુપ્રિમો વડાપ્રધાન સાથે ચર્ચા કરે એટલે કો’ક પત્રકાર આ અંગે અણિયાળા પ્રશ્ન પૂછવાનો. આવો પ્રશ્ન પૂછાયો ત્યારે ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે હું આપણા વડાપ્રધાનને મળ્યો છું – નવાઝ શરીફને નહીં. (જાે કે ઉધ્ધવ ઠાકરેજી આ વાત જાણે જ છે કે નવાઝ શરીફને મળવું હોય તો હમણાં મળી શકાય નહિ. જ્યારે પાકિસ્તાનના હાલના વડાપ્રધાન ઈમરાન ખાનને મળો તો તની પાસેથી ઝુલફીકાર અલી ભુટ્ટોના વખતથી પાકિસ્તાનમાં સતત વાગતો કાશ્મીરનો રાગ સાંભળવો પડે અને શીવસેનાના સુપ્રિમો આ વાત સહન ન કરી શકે એટલે બન્ને વચ્ચે તુ તુ મેં મેં પણ થયા વગર રહે નહિ તે પણ હકિકત છે). એક મુખ્યમંત્રી દેશના વડાપ્રધાનને મળે તો તેમાં કશું ખોટું નથી. મળવું જ જાેઈએ. રજૂઆતો પણ થવી જાેઈએ અને મુક્યમંત્રીઓના મનની વાત અને જે તે રાજ્યોનો અવાજ સાંભળવો એ પણ વડાપ્રધાનની ફરજ છે. આવા નિખાલસ વિચારોની આપ લે જ બન્ને વચ્ચે મદદરૂપ બની શકે છે. ઉધ્ધવ ઠાકરે અને મોદી વચ્ચે મુલાકાત દરમિયાન ઠાકરેએ મરાઠી ભાષાને કેન્દ્રીય ભાષાનો દરજ્જાે આપવાની પણ વાત કરી છે જે રાબેતા મુજબની છે.

Maharashtra Election becomes nasty: Uddhav Thackeray drags Modi's father  into controversy - Oneindia News
મહારાષ્ટ્રમાં સૌથી પેચીદો અને લોકોના મનને સીધી રીતે સ્પર્શી ગયેલો કોઈ પ્રશ્ન હોય તો તે મરાઠા અનામતનો છે. મહારાષ્ટ્રમાં ભાજપ શીવસેનાની ભાગીદારીવાળી સરકારહતી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસ જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતાં તેવે સમયે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટે આંદોલન પણ થયું હતું અને લાખો લોકો મુંબઈમાં એકત્ર થયા હતા અને આખરે સરકારને આ અંગે વિધાનસભામાં ઠરાવ પાસ કરાવી મરાઠા અનામતની માગણી સ્વીકારવી પડી હતી.

Bharatiya Janata Party-Shiv Sena break-up: Who will it benefit? | India.com
દેશમાં કોઈપણ પ્રકારના આ રક્ષણનો વિરોધ કરનારાઓનો પણ ચોક્કસ વર્ગ છે. આ વર્ગ સાથે સંકળાયેલા કેટલાકે કોર્ટમાં અરજી કરી અને કોર્ટે તાજેતરમાં મરાઠા અનામત સામે સ્ટે આપ્યો છે તેનું કારણ તો કોઈ પણ પ્રકારના અનામતનો ક્વોટા ૫૦ ટકાથી વધારે ન હોવો જાેઈએ તેવી બંધારણની જાેગવાઈ છે. આવા જ કારણોસર રાજસ્થાનમાં જાટ અનામત અને આંધ્રમાં પણ સ્થાનિક લોકોને અનામત આપવાની જાેગવાઈ કોર્ટે માન્ય રાખી નથી.

BJP's 'Hitlershahi' Can't Stop My Fight: Hardik Patel
૨૦૧૬માં આપણાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે પણ સરકારે પોતાના બચાવના હથિયાર તરીકે બધારણીય જાેગવાઈઓનો ઉપયોગ કર્યો હતો તે પણ એક વાસ્તવિકતા છે તેની કોઈ ના પાડી શકે તેમ નથી.
હવે જ્યાં સુધી બંધારણની જાેગવાઈઓમાં સુધારો ન થાય અને ટકાવારી ૪૯થી વધારવામાં ન આવે ત્યાં સુધી વધારે અનામત શક્ય નથી. અત્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ વગેરે માટે અનામતની જાેગવાઈ બંધારણમાં છે અને આ જાેગવાઈનો સરવાળો લગભગ ૪૯ ટકા થાય છે અને તેથી આ અનામતની ટકાવારી વધારી શકાય નહિ. ભૂતકાળમાં આ અંગે અનેક આંદોલનો થયા. રાજ્ય સરકારો ઝૂકી પણ છે. કાયદો પણ કર્યો છે પરંતુ ટૂંકાસમયના ગાળામાં આ કાયદાઓ રદ પણ થયા છે તે પણ હકિકત છે. આ વાસ્તવિકતાનો અસ્વિકાર થઈ શકે તેેમ નથી.

Devendra Fadnavis calls Maha CM's decision to approach Centre on Maratha  reservation 'premature' - India News
પ્રવર્તમાન સંજાેગો એવા છે કે બંધારણમાં સુધારો કરાય અને અનામતની ટકાવારી વધે તો જ આ પ્રકારના વધારાની અનામત બંધારણીય ઠરે તેમ છે. આ પ્રકારનો ખરડો લોકસભા અને રાજ્યસભા બન્નેમાં પસાર થાય અને તેના પર રાષ્ટ્રપતિની સહી થાય પછી જ તે કાયદો બની શકે તેમ છે. હવે આમ તો ભાજપ હાલના સંજાેગોમાં ધારે તો લોકસભામાં આ કાયદો પસાર કરાવી શકે તેમ છે. તેની પાસે તોતીંગ બહુમતી છે અને રાજસ્થાનમાં અનામત આંદોલનનો સામનો કરી ચૂકેલી કોંગ્રેસ પણ તેને ટેકો આપી શકે છે. તીન તલ્લાક બીલ, ૩૭૦મી કલમની નાબૂદી સહિતના અનેક ઠરાવો લોકસભા, રાજ્યસભાએ પસાર કરેલા જ છે. કેન્દ્ર ધારે તો અનામતની ટકાવારી વધારતો બંધારણ સુધારો સહેલાઈથી પસાર કરાવી શકે તેમ છે પરંતુ આવું બનતું નથી તે પણ એક વાસ્તવિકતા છે. કારણ કે અત્યારે મહારાષ્ટ્રમાં શીવસેનાની સરકાર છે ત્યાં સુધી કેન્દ્ર આવું કોઈ પણ પગલું ભરવાથી દૂર રહે. મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રને આવું પગલું હમણાં ભરતા રોકે તેમ છે. ટૂંકમાં મરાઠા અનામતનો જશ શીવસેના ખાટે એ ભાજપના કોઈ નેતાઓને ગમે નહિ તે સ્વાભાવિક બાબત છે.

Mass resignations from RSS in Goa over Subhash Velingkar's sacking - India  News
બીજી વાત એ છે કે એકવાર ટકાવારી વધે અને એકાદ રાજ્યમાં અનામત વધે અથવા તો ભાષાકીય ધોરણે પણ અનામતની વાત સ્વીકારાય તો બીજા રાજ્યો પણ તેની માગણી કરે તેમ છે. ભલે જાહેરમાં કશું ન કહે પણ ભાજપ જનસંઘની જન્મદાતા સંસ્થા આર.એસ.એસ. અનામતમાં માનતો નથી. સંઘના સર્વોચ્ચ મોહન ભાગવતે ૨૦૧૬ની બિહાર વિધાનસભાની ચૂંટણી સમયે અનામતનો વિરોધ કરતું નાનકડું વિધાન કરેલું જે પછી પાછું ખેંચવું પડ્યું હતું. વડાપ્રધાનને ખુદને સ્પષ્ટતા કરવી પડી હતી કે ‘અનામત નહિ જાય’ તેમ છતાં ૨૦૧૬માં બિહારની ચૂંટણી ભાજપને ગુમાવવી પડી હતી. જાે કે મોદી – ઠાકરે મુલાકાત વખતે આ મુદ્દો ચર્ચાયો છે. બાકી તો આ મુલાકાતમાં રાજકીય રીતે કશુંક રંધાયું છે કે નહિ તે તો સમય જ કહેશે.