Weather/ હાડ થીજવતી ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ, અહીં ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ, તો હજુ પણ બે દિવસ પડી શકે છે વરસાદ

હાડ થીજવતી ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ, અહીં ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ, તો હજુ પણ બે દિવસ પડી શકે છે વરસાદ

Top Stories Gujarat
indonesia 10 હાડ થીજવતી ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ, અહીં ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ, તો હજુ પણ બે દિવસ પડી શકે છે વરસાદ

ગુજરાત રાજ્યમાં અત્યારે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે આ હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કેટલાક સાથળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જીલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.  વરસાદને કારણે જીલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો, સાથે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. શિયાળુ પાકને મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Kutchh / સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું, જહાજના 8 ક્રુમેમ્બરો હ…

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના નેત્રંગ તાલુકામાં કમોસમી માવઠું પડ્યું છે. સાંજના સમય વતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડતાં નેત્રંગમાં શીત લહેર પ્રસરી ગઈ હતી. ડેડીયાપાડામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ  ખાબક્યો છે. ઉમરપાડામાં દોઢ ઇંચ વરસાદ તો અન્ય 13 તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

Gujarat / CM રૂપાણી : કોરોના સામે લડાઇ સારી રીતે લડયા, હવે રસી માટેની …

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દ.ગુજરાતનાં ખેડૂતો માટે માઠા સમાચાર છે. દ.ગુજરાતમાં હજુ બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.  સુરત-નર્મદા સહિત વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન સાથે કમોસમી વરસાદની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો