Gujarat Rain News/ ગુજરાતમાં ચોમાસું બેસ્યુ, 17મી સુધી વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે. ગુજરાતમાં ચાર દિવસ ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદથી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 2024 06 12T152048.094 ગુજરાતમાં ચોમાસું બેસ્યુ, 17મી સુધી વરસાદની આગાહી

Gandhinagar News: ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે. ગુજરાતમાં ચાર દિવસ ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદથી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યું છે. આમ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થઈ ગયો છે.

17મી જુન સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 13થી 17 સુધી મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અરવલ્લી પંથકમાં મધરાત્રિએ મેઘમહેર થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. મોડાસા, ધનસુરા, અણીયોરમાં પવન સાથે વરસાદ પડ્યો છે. માલપુરમાં પણ રાત્રિના સમયે વરસાદ પડ્યો છે. જો કે વરસાદના લીધે બાજરી-જુવારના પાકમાં નુકસાનની ભીતિ છે.

મોડાસાના સાકરિયા ગામે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. મોડી રાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. બાજરી જુવારના પાકોને નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની સાથે થંડરસ્ટોર્મની પણ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી વરસાદ પ્રવેશ કર્યો છે.

ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોને આવરી લીધા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો વેરાવળથી 45 કિ.મી. દક્ષિણની અંદર દરિયામાં ચોમાસુ છે. આમ તે વેરાવળથી નજીક છે. તેથી તે આજે મોડી રાત સુધીમાં ભાવનગર, અમરેલી જૂનાગઢ સહિતના વિસ્તારોને પ્રવેશી શકે છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રીતે 15 જુને આવતું હોય છે, પરંતુ આ વખતે વહેલું એટલે કે 11 જુને જ આવી ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગોધરા ખાતે જિલ્લાના 102 ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ

આ પણ વાંચો: પોલીસની આંતરજિલ્લા બદલીની બધી સત્તા રાજ્યના પોલીસ વડા પાસે

આ પણ વાંચો: ગરમી વચ્ચે રાહતના સમાચાર, ગુજરાતમાં ચોમાસાનું આગમન, હવામાન વિભાગે 5 દિવસના વરસાદનું એલર્ટ જાહેર કર્યું

આ પણ વાંચો: દ્વારકા લાલપુર હાઇવે રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત