Not Set/ Moody’s એ ઘટાડી ભારતની રેટિંગ, રાહુલ ગાંધીએ કહ્યુ આ શરૂઆત, હજુ આનાથી પણ…

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા રેટિંગ એજન્સી બીએએ 2 થી ઘટાડીને બીએએ 3 કર્યા બાદ કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, મૂડીઝે મોદીનાં અર્થવ્યવસ્થાને સંભાળવા અંગેનાં જંક (સ્ટેટસ) થી ઉપરની રેટિંગ આપી છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને ચેતવણી આપતા કહ્યુ કે અર્થવ્યવસ્થાની સ્થિતિ આનાથી પણ વધુ ખરાબ થવા […]

India
a5371e1aaf9f49d3dc6b0e1910807745 1 Moody's એ ઘટાડી ભારતની રેટિંગ, રાહુલ ગાંધીએ કહ્યુ આ શરૂઆત, હજુ આનાથી પણ...

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા રેટિંગ એજન્સી બીએએ 2 થી ઘટાડીને બીએએ 3 કર્યા બાદ કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, મૂડીઝે મોદીનાં અર્થવ્યવસ્થાને સંભાળવા અંગેનાં જંક (સ્ટેટસ) થી ઉપરની રેટિંગ આપી છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને ચેતવણી આપતા કહ્યુ કે અર્થવ્યવસ્થાની સ્થિતિ આનાથી પણ વધુ ખરાબ થવા જઈ રહી છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, મૂડીઝ એ મોદીની આગેવાનીમાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિને જંક થી એક પગલા ઉપરની રિટિંગ આપી છે. ગરીબો અને એમએસએમઈ ક્ષેત્રને મદદનો અભાવ એનો અર્થ એ છે કે ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની છે. નોંધપાત્ર વાત એ છે કે રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે સોમવારે ભારતનાં સાવરેન (રાષ્ટ્રીય) ક્રેડિટ રેટિંગને બે દાયકાથી વધુ સમયમાં પહેલી વખત બીએએ 2 થી ઘટાડીને બીએએ3’  કરી દીધું છે.

વળી મૂડીઝ એજન્સીએ કહ્યું, મૂડીઝે ભારતની સ્થાનિક ચલણ વરિષ્ઠ બિન-ગેરન્ટીવાળી રેટિંગને બીએએ 2થી ઘટાડીને બીએએ 3કરી દીધુ છે. આ ઉપરાંત, ટૂંકા ગાળાની સ્થાનિક ચલણ રેટિંગને પણ પી-2 થી ઘટાડીને પી-3 કરી દેવામાં આવી છે. બીએએ 3સૌથી ઓછું રોકાણ ગ્રેડ છે. આની નીચે જંક સ્ટેટસ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.