Not Set/ મુનમુન દત્તાએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અમદાવાદમાં ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો

મુનમુન દત્તાએ કહ્યું હતું કે ઇન્ડિગો ફ્લાઇટમાં તેઓ મુંબઈથી અમદાવાદ આવતા સમયે ઘણાં જ થાકી ગયા હતા. એરલાઇન્સે છેલ્લી ઘડીએ ગેટ બદલી નાખ્યો હતો

Entertainment
Untitled 122 મુનમુન દત્તાએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અમદાવાદમાં ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા એટલે કે મુનમુન દત્તા થોડાં દિવસ પહેલાં જ ગુજરાત આવી હતી. મુનમુન દત્તા ભાઈ, ભાભી તથા ભત્રીજી સાથે આવી હતી. ગુજરાતમાં મુનમુન દત્તા દોઢ દિવસ રહી હતી અને તેમાં અમદાવાદ તથા અંબાજીની મુલાકાત લીધી હતી.

54 1628508834 મુનમુન દત્તાએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અમદાવાદમાં ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો

મુનમુન દત્તા અમદાવાદમાં પોતાના ફેમિલી ફ્રેન્ડ ડૉ. પંકજ નાગરના ત્યાં રોકાઈ હતી. મુનમુન દત્તા અમદાવાદમાં સૌ પહેલાં રિવરફ્રન્ટ ગઈ હતી. ત્યારબાદ સાંજે ડિનર માટે જાણીતી ગુજરાતી હોટલમાં ગઈ હતી. આટલું જ નહીં મુનમુન દત્તાએ લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પણ જોઈ હતી.

Untitled 120 મુનમુન દત્તાએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અમદાવાદમાં ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો

મુનમુન દત્તા પરિવાર સાથે અંબાજી પણ ગઈ હતી. માતાના દર્શન કર્યા બાદ એક્ટ્રેસે ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. અંબાજીમાં મુનમુન દત્તા આવી હોવાની વાત ફેલાતા જ ચાહકોની ભીડ ઉમટી પડી હતી. મુનમુને ચાહકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

Untitled 121 મુનમુન દત્તાએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અમદાવાદમાં ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો

મુનમુન દત્તાએ કહ્યું હતું કે ઇન્ડિગો ફ્લાઇટમાં તેઓ મુંબઈથી અમદાવાદ આવતા સમયે ઘણાં જ થાકી ગયા હતા. એરલાઇન્સે છેલ્લી ઘડીએ ગેટ બદલી નાખ્યો હતો અને તેથી જ તેમણે એરપોર્ટના એક છેડેથી બીજે છેડે ફ્લાઇટ માટે ભાગતા ભાગતા જવું પડ્યું હતું.