Photos/ બોલિવૂડ અભિનેત્રી કરતાં પણ વધુ લોકપ્રિય છે આ માસૂમ બાળકી, આજે તે ટીવીની સૌથી મોટી હિરોઈન છે, જાણો શું નામ છે?

આ અભિનેત્રી આજના સમયમાં ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે અને એમ કહેવું ખોટું નહીં હોય કે તેની લોકપ્રિયતા આજે બોલિવૂડ અભિનેત્રીઓ કરતા પણ વધુ છે.

Entertainment
બોલિવૂડ

બોલિવૂડ સ્ટાર્સના ચાહકોને તેમની એક ઝલક પણ મળી જાય તો તેમનો દિવસ બની જાય છે. સોશિયલ મીડિયાના આ યુગમાં ચાહકો તેમના સ્ટાર્સના ફોટા અને વીડિયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક ટીવી એક્ટ્રેસનો બાળપણનો ફોટો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે અને બાળપણની તસવીરમાં તેને ઓળખવાનો ઈન્કાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ અભિનેત્રી આજના સમયમાં ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે અને એમ કહેવું ખોટું નહીં હોય કે તેની લોકપ્રિયતા આજે બોલિવૂડ અભિનેત્રીઓ કરતા પણ વધુ છે.

આ પણ વાંચો : નકુલ મહેતા બાદ હવે આ એક્ટર આવ્યો કોરોનાની ઝપેટમાં, શિલ્પા શેટ્ટી સાથે કર્યું છે શૂટિંગ

શું તમે સલવાર સૂટમાં આ માસૂમ બાળકીને ઓળખી? જો નહીં, તો તમને જણાવી દઈએ કે, આ બીજું કોઈ નહીં પણ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રી જન્નત ઝુબેર રહમાની છે. હા, જન્નત ઝુબેર રહમાની આજના સમયની સૌથી મોટી ટીવી અભિનેત્રી છે, જેને મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર જન્નતના લગભગ 40 મિલિયન ફોલોઅર્સ છે. શિલ્પા શેટ્ટી અને સોનુ સૂદ જેવા સ્ટાર્સે પણ તેની સાથે રીલ બનાવી છે.

બોલિવૂડ

આ પણ વાંચો :કરીના કપૂર ખાને કર્યો ઓમિક્રોનનો રિપોર્ટ, અહીં જાણો શું આવ્યો

નોંધનીય છે કે જન્નત જ્યારે માત્ર 8 વર્ષની હતી ત્યારે તેણે અભિનય ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જન્નત અત્યાર સુધી હાર જીત, ફુલવા, તુ આશિકી, મટ્ટી કી બન્નુ, કાશી – અબ ના રહે તેરા કાગઝ કોરા અને ભારત કે વીર પુત્રઃ મહારાણા પ્રતાપ જેવી ટીવી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી છે. ખાસ કરીને તુ આશિકીમાં તેના પાત્રે બધાનું દિલ જીતી લીધું હતું.

a 146 બોલિવૂડ અભિનેત્રી કરતાં પણ વધુ લોકપ્રિય છે આ માસૂમ બાળકી, આજે તે ટીવીની સૌથી મોટી હિરોઈન છે, જાણો શું નામ છે?

આ પણ વાંચો :ફિલ્મ ’83’ની જોરદાર શરૂઆત, પહેલા દિવસે કર્યો આટલા કરોડનો બિઝનેસ

આ પણ વાંચો : બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા પહોંચી માતા વૈષ્ણો દેવીના દરબારમાં, તસવીરો કરી શેર 

આ પણ વાંચો :આ એક્ટરની પત્ની બની ડિપ્રેશનનો શિકાર, સો. મીડિયા પર જણાવી આપવીતી