Not Set/ તાઉ-તેનાં કારણે થયેલા લાખો ટન મીઠાનાં ધોવાણનાં વળતર માટે મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખે CM ને કરી રજૂઆત

રાજ્યભર પર આફત બનીને આવેલા તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી.

Gujarat Others
1 338 તાઉ-તેનાં કારણે થયેલા લાખો ટન મીઠાનાં ધોવાણનાં વળતર માટે મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખે CM ને કરી રજૂઆત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજ્યભર પર આફત બનીને આવેલા તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી. વાવાઝોડાનાં કારણે મીઠાને થયેલા નુકસાનીનું તાકીદે વળતર આપવા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

ભ્રષ્ટાચાર: બોટાદ નર્મદાની LD-6 કેનાલનું અધુરું કામ પૂર્ણ કરવા કારોલના ગ્રામજનોની માંગ

આ રજુઆતમાં જણાવાયા અનુસાર, ગત તા.18 મે નાં રોજ તાઉ-તે નામનાં વાવઝોડાનાં લીધે ભારે પવન અને વરસાદથી ગુજરાતનાં મોટા ભાગમાં નુકસાની સર્જી છે. તેવી જ રીતે મોરબી જિલ્લાનાં હળવદ અને માળીયા (મી.) તાલુકામાં તેમજ રણકાંઠા વિસ્તારનાં અગરીયાઓને પણ મોટું નુકસાન થયું છે. આ વિસ્તારનાં મીઠું પકવતા લોકોની મુલાકાત દરમિયાન જાણવા મળ્યુ કે વાવાઝોડાનાં કારણે લાખો ટન મીઠાનું ધોવાણ થયું છે. તેમજ તેમના રહેઠાણને મોટા પાયે નુકસાન થયું છે અને તેનું સર્વે પણ થયું છે, પરંતુ નુકસાન ખુબ જ મોટા પ્રમાણમાં થયું હોવાથી તેને ધ્યાને લઇ મોરબી જિલ્લાનાં હળવદ અને માળીયા (મી.) તેમજ રણકાંઠાના અગરીયા વિસ્તારનાં લોકોને યોગ્ય વળતર મળે તેવી વિનંતી કરાઇ છે.

પરિપત્રનું ઉલ્લંઘન: સુરતમાં બોલીવુડના ડાયલોગ પર વર્દીમાં હોમગાર્ડ મહિલાએ વિડીયો શોશ્યલ મીડિયામાં કર્યો પોસ્ટ, વાયરલ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક તરફ કોરોનાની બીજી લહેરે લોકોનાં જીવનને મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યુ હતુ. ત્યારે આ કપરા સમયે એક બીજી મુસિબત સામે આવીને આગમાં ઘી નાંખવાનુ કામ કર્યુ હતુ. જી હા, કોરોનાનાં આ સમયે તાઉ-તે વાવાઝોડાએ ગુજરાત સહિત પશ્ચિમનાં રાજ્યોને ભારે અસર કરી હતી. આ વાવાઝોડાનાં કારણે મોટી સંખ્યામાં લોકોને નુકસાન થયુ હતુ. તાઉ-તે વાવાઝોડાનાં કારણે અગરિયાઓને પણ મોટુ નુકસાન થયુ છે, ત્યારે વળતર આપવા મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખે CM રૂપાણીને પત્ર લખ્યો છે. જોવાનુ રહેશે કે શું CM પત્રનો હકારાત્મક જવાબ આપશે કે કેમ?

kalmukho str 7 તાઉ-તેનાં કારણે થયેલા લાખો ટન મીઠાનાં ધોવાણનાં વળતર માટે મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખે CM ને કરી રજૂઆત