Surendranagar News: સુરેન્દ્રનગરના (Surendranagar) દેદાદરા ગામમાં ફૂડ પોઈઝનિંગની (Food Poisoning) ઘટના સામે આવી છે. પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોની તબિયત લથડી (Deteriorate health) હતી જેથી દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છેેેેેે. સિવિલમાં દર્દીઓને સારવાર ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. લોકોની તબિયત બગડતા આરોગ્ય વિભાગ હોસ્પિટલ પહોંચ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા પ્રસાદીના સેમ્પલ લેવાયા છે.
સુરેન્દ્રનગરમાં અંદાજે 30થી વધુ લોકોએ પ્રસાદી ખાધા બાદ તબિયત ખરાબ થઈ હતી. તબિયત ખરાબ થતા દોડધામ મચી ગઈ હતી. દેદાદરા, કોઠારીયા, વઢવાણ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરાયા છે.
દ્વારકામાં (Dwarka) ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો છે. આસામથી યાત્રિકો દ્વારકા પ્રવાસે આવ્યા હતા, દરમિયાન યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાં 6 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. 1 વ્યક્તિનું સારવાર પહેલા જ મોત નિપજ્યુ હતુ. તબિયત લથડતા વધુ સારવાર અર્થે 6 વ્યક્તિઓને જી જી હોસ્પિટલ ખસેડાયા હતા.
સાણંદ તાલુકામાં અણિયાળી ગામે ગત સાંજે ફેરિયો ખમણ વેચવા આવ્યો હતો, ત્યારબાદ અંદાજે 65 લોકોએ ખમણ ખાધા બાદ તેમની તબિયત લથડવા લાગી હતી. ઝાડા, ઊલટી, પેટમાં દુ:ખાવો થતાં લોકોને નજીકના બાવળા વેદાંતા હોસ્પિટલમાં 2 જેટલા લોકો, 12 ને CHC સેન્ટર બાવળા સહિતની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 16 લોકોને સાણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ 26 વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ફૂડ પોઈઝનિંગ થતાં 26 લોકોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.