અલવિદા હીરાબા/ મોદી-હીરાબાને લઈને 1 કલાકમાં 50 હજારથી વધુ ટ્વીટ, દુનિયાભરના લોકો પીએમની માતાને આ રીતે આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન થયું છે. તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Top Stories India
હીરાબા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન થયું છે. તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીની માતા હીરાબા ના નિધનના કારણે દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. દેશવાસીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે જ પીએમ મોદીએ પણ એક ઈમોશનલ પોસ્ટ કરી છે.

PM મોદીએ લખી ભાવુક કરી દે તેવી પોસ્ટ

તેમની માતા હીરાબા ના અવસાન પર શોક વ્યક્ત કરતા PM  મોદીએ લખ્યું, “શાનદાર શતાબ્દી કા ઈશ્વર ચરણો મેં વિરામ… માં મેં મેને હમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુભૂતિ કી હૈ, જિસમેં એક તપસ્વી કી યાત્રા,નિષ્કામ કર્મયોગી કા પ્રતિક ઓર મૂલ્યો કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યા હૈ, પીએમ મોદીએ આગળ લખ્યું- હું જયારે તેમને 100 માં જન્મદિવસ પર મળ્યો તો તેમણે એક વાત કહી હતી, જે હમેશા યાદ રહે છે. કે કામ કરો બુદ્ધિ થી અને જીવન જીવો શુદ્ધિ થી.

ટ્વિટર પર ટ્વિટનો પૂર

પીએમ મોદીની માતાના નિધનના સમાચાર સામે આવ્યા બાદ શુક્રવારે સવારે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યાની વચ્ચે 1 કલાકમાં પીએમ મોદી અને તેમની માતા વિશે 50 હજારથી વધુ ટ્વિટ કરવામાં આવી હતી. થોડી જ વારમાં હીરાબા મોદી #HeerabenModi ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા. સામાન્યથી લઈને ખાસ બધાએ હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ આપી હતી. શોક વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતાજી હીરાબાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. માતા એ વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે, જેને ગુમાવવાનું દુઃખ નિઃશંકપણે વિશ્વનું સૌથી મોટું દુઃખ છે.

લોકોએ આ રીતે શોક વ્યક્ત કર્યો

સુમન મુખર્જી નામના યુઝરે ટ્વીટ કર્યું, ‘ભારત દેશને નરેન્દ્ર મોદી જેવા અમૂલ્ય રત્નો આપનાર મહાન માતાને અમારી સલામ. ઓમ શાંતિ.’ સની બાલાની નામના યુઝરે લખ્યું, ‘પીએમ મોદી આખા દેશ માટે પ્રેરણા છે. તેમને આ માટે સક્ષમ બનાવનાર માતા હવે નથી. તેમની આત્માને શાંતિ મળે. બીજી તરફ સૌરભ રાય નામના યુઝરે લખ્યું કે, ‘માતા માત્ર એક વ્યક્તિ નથી પરંતુ બાળક માટે એક સંસ્થા છે. મોદીજીને આ નુકસાન માટે ઊંડી સંવેદના.

 

આ પણ વાંચો:માતા હીરાબાના અવસાન પછી પણ, પીએમ તેમના નિર્ધારિત કાર્યક્રમમાં જોડાયા, વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી

આ પણ વાંચો:માતાને ગુમાવવાથી મોટું કોઈ દુઃખ નથી, હીરાબાના નિધન પર લાલકૃષ્ણ અડવાણીની શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ કર્યા અંતિમ સંસ્કાર,રાજભવન પહોંચ્યા