Not Set/ સીરિયામાં 60 હજારથી વધુ લોકો ઘર છોડવા બન્યા મજબૂર, તુર્કી સતત કરી રહ્યુ છે હુમલો

સીરિયાથી યુ.એસ.નાં સૈન્યની વાપસી થતા જ તુર્કી સતત સીરિયા પર હુમલો કરી રહ્યું છે અને કુર્દિશ લડવૈયાઓને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલાને લીધે એક દિવસમાં 60,000 થી વધુ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. ગુરુવારે યુદ્ધની દેખરેખ રાખતી સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. યુકે સ્થિત સંસ્થાએ અહેવાલ […]

Top Stories World
turkey syria new world war 3 ww3 iceland most peaceful county news latest 1188588 સીરિયામાં 60 હજારથી વધુ લોકો ઘર છોડવા બન્યા મજબૂર, તુર્કી સતત કરી રહ્યુ છે હુમલો

સીરિયાથી યુ.એસ.નાં સૈન્યની વાપસી થતા જ તુર્કી સતત સીરિયા પર હુમલો કરી રહ્યું છે અને કુર્દિશ લડવૈયાઓને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલાને લીધે એક દિવસમાં 60,000 થી વધુ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. ગુરુવારે યુદ્ધની દેખરેખ રાખતી સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. યુકે સ્થિત સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે વધુ લોકો પૂર્વી હસાકેહ શહેર તરફ આગળ વધી રહ્યા છે. સંગઠનનાં વડા રામી અબ્દેલ રહેમાને કહ્યું છે કે, મોટાભાગનાં લોકોને સરહદ રાસ-અલ-અયિન, તાલ અબ્યાદ અને દેરબશિયાથી તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

Image result for turkey attack syria

એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સીરિયા-તુર્કી સરહદનાં પાંચ કિલોમીટરનાં અંતરમાં 4,50,000 લોકો રહે છે અને જો તમામ પક્ષો સંયમ નહીં રાખે અને નાગરિકોની સલામતીને પ્રાધાન્ય ન આપે તો તેમને સૌથી વધુ ખતરો છે.” પરંતુ 14 માનવતાવાદી સંગઠનોએ હસ્તાક્ષર કર્યા છે અને ચેતવણી આપી છે કે આવા લોકની સંખ્યા મોટી હશે જેમને મદદ કરી શકાતી નથી.

Image result for turkey attack syria

માહિતી અનુસાર તુર્કી, સીરિયામાં 30 કિલોમીટર અંદર એક બફર વિસ્તાર બનાવવા માંગે છે જેથી 2011માં સીરિયામાં શરૂ ગૃહયુદ્ધ બાદ તેની સીમામાં આવેલા 36 લાખ શરણાર્થીઓને પરત મોકલી શકાય. તુર્કીનાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને દાવો કર્યો છે કે, એક દિવસ અગાઉ અંકારા પર થયેલી કાર્યવાહીમાં સીરિયામાં 109 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સીરિયા પર તુર્કીનાં હુમલા અંગે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત તુર્કીની કાર્યવાહી અંગે ચિંતિત છે અને સીરિયા સાથે શાંતિપૂર્ણ રીતે વાત કરવા અપીલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.