Not Set/ દિલ્હી/ CAA વિરુદ્ધ હિંસક પ્રદર્શન માટે આપ અને કોંગ્રેસ છે જવાબદાર : પ્રકાશ જાવડેકર

દિલ્હીમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેને લઇને દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 ની તૈયારીઓમાં રોકાયેલા રાજકીય પાર્ટીઓ વિરોધી પક્ષો પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ જ ક્રમમાં, ભાજપનાં દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ પર નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો […]

Top Stories India
Prakash Javdekar દિલ્હી/ CAA વિરુદ્ધ હિંસક પ્રદર્શન માટે આપ અને કોંગ્રેસ છે જવાબદાર : પ્રકાશ જાવડેકર

દિલ્હીમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેને લઇને દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 ની તૈયારીઓમાં રોકાયેલા રાજકીય પાર્ટીઓ વિરોધી પક્ષો પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ જ ક્રમમાં, ભાજપનાં દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ પર નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, દિલ્હી જેવા શાંત શહેરમાં નાગરિકત્વનાં કાયદા સામે ગેરરીતિ ફેલાવીને હિંસા ઉશ્કેરવામાં આવી છે. હિંસાની આડમાં જાહેર મિલકતોને નષ્ટ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ માટે જવાબદાર છે. આ કૃત્ય માટે તેણે લોકોની માફી માંગવી જોઈએ.

દિલ્હી (ભાજપ) નાં ચૂંટણી પ્રભારી જાવડેકરે સુધારેલા નાગરિકત્વ કાયદાનાં વિરોધમાં જામિયા, સીલમપુર અને દરિયાગંજમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. જાવડેકરે અહીં નેતાઓ (આપ અને કોંગ્રેસ) નાં નામ આપ્યા અને કહ્યું કે તેમણે લોકોને ઉશ્કેર્યા, જેના કારણે હિંસા થઈ. જાવડેકરે સીલમપુરનાં કોંગ્રેસનાં નેતા ચૌધરી મતીન, આપ નાં નેતા ઇશરક ખાન, અબ્દુલ રહેમાનનું નામ લીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.