swati maliwal/ દિલ્હી મહિલા આયોગના ચેરમેન સ્વાતિ માલીવાલના ઘરે હુમલો

દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલના ઘરની બહાર હુમલો થયો છે. તેમની કારમાં મોટાપાયા પર તોડફોડ કરવામાં આવી છે. કારના લગભગ બધા જ ગ્લાસ તોડી નાખવામાં આવ્યા છે.

Top Stories India
Swati maliwal દિલ્હી મહિલા આયોગના ચેરમેન સ્વાતિ માલીવાલના ઘરે હુમલો
  • સ્વાતિ માલીવાલે તાજેતરમાં જ સાજિદ ખાન સામે વાંધો ઉઠાવ્યો હતો
  • સાજિદખાન સામે વાંધો ઉઠાવ્યા પછી તેને ધમકી મળવા લાગી છે
  • હુમલાખોરે ઘરની અંદર પ્રવેશી કારના કાચ તોડી નાખ્યા            

દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલના ઘરની બહાર હુમલો થયો છે. તેમની કારમાં મોટાપાયા પર તોડફોડ કરવામાં આવી છે. કારના લગભગ બધા જ ગ્લાસ તોડી નાખવામાં આવ્યા છે. સ્વાતિ માલીવાલે પોતે જ આ વાતની જાણકારી ટ્વિટર પર આપી છે.
જો કે રાહત લેવા જેવી વાત એ છે કે આ હુમલામાં સ્વાતિ માલીવાલ અને તેના કુટુંબના બધા સભ્યો સલામત છે.

સ્વાતિ માલીવાલે સોમવારે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા કેટલાક હુમલાખોરો મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા, તે છેક ઘરની અંદર તો આવી શક્યા ન હતા, પણ મારા કમ્પાઉન્ડની અંદરની કાર પર હુમલો કર્યો હતો. તેઓએ મારી અને મારી માતાની કારના બધા કાચ તોડી નાખ્યા હતા અને તેને મહત્તમ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ ઘરમાં ઘૂસવાનો પણ પ્રયત્ન કર્યો હતો, આ હુમલો અમને ડરાવવા માટે કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે સદભાગ્યે હું અને મારી માતા ઘરે ન હતા. તેમણે કહ્યું હતું કે ભલે મને ગમે તે રીતે ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે પણ હું ડરીશ નહી. સ્વાતિ માલીવાલે આ અંગે દિલ્હી પોલીસને પણ ફરિયાદ કરી છે. સ્વાતિ માલીવાલે તાજેતરમાં બિગ બોસમાં એન્ટ્રી પામેલા સાજિદ ખાન સામે વાંધો ઉઠાવ્યો છે. તેના પગલે સ્વાતિ માલીવાલને ધમકી મળી રહી છે. આ હુમલાને પણ આ જ સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે.

સ્વાતિ માલીવાલની ફરિયાદના પગલે ઉત્તર દિલ્હી પોલીસે આ તોડફોડ કરનારા આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ તેઓ પકડાયેલા આરોપીનું નામ સચીન છે અને તે માનસિક રોગનો દર્દી છે. આરોપી બુરાડીમાં ડીટીસી ડેપોમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. તે બુરાડીના નાથુપુરા પરિવારનો છે. આ ઘટનાને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા.