user data leak/ સાઇબર સિક્યુરિટી સામે પ્રશ્નાર્થ,ઓનલાઈન ક્રેડીટ – ડેબિટ કાર્ડના આટલા લાખથી વધારે ડેટા લીક

ભારતમાં વધતાં જતા સાયબર એટેક વચ્ચે વધુ એક ચિંતાજનક જાણકારી પ્રકાશમાં આવી છે. ભારતીય સાયબર સિક્યોરિટી રિસર્ચરએ દાવો કર્યો છે કે 70 લાખથી વધુ ભારતીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડ

India World Tech & Auto
credit

ભારતમાં વધતાં જતા સાયબર એટેક વચ્ચે વધુ એક ચિંતાજનક જાણકારી પ્રકાશમાં આવી છે. ભારતીય સાયબર સિક્યોરિટી રિસર્ચરએ દાવો કર્યો છે કે 70 લાખથી વધુ ભારતીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે સંબંધિત જાણકારી ઓનલાઈન લીક થઈ છે. આ જાણકારી ડાર્ક વેબ ફોરમ તરફથી પ્રાપ્ત થઈ છે. આ ડેટાને અહીં વેંચવામાં આવી શકે છે.સુરક્ષાની દ્રષ્ટિએ જોવામાં આવે તો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત પ્રાઈવેટ જાણકારીનો ઉપયોગ સાયબર ક્રાઈમ એક્ટિવિટી માટે કરી શકાય છે. જો કે રાહતની વાત એવી પણ જાણવા મળે છે કે આ ડેટામાં એવી કોઈ જાણકારી નથી જેનાથી કોઈ ફાઈનેંશિયલ ટ્રાંઝેકશન થઈ શકે.

politics / જે.પી નડ્ડા પર હુમલા બાદ ભાજપના નેતાઓ લાલઘૂમ, દિલીપ ઘોષે કહ્…

આ ડેટામાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નંબર વિશે પણ જણાવવામાં નથી આવ્યું પરંતુ તેમાં કાર્ડ હોલ્ડર્સના ફોન નંબર, ક્રેડિટ કાર્ડ ટાઈપ, ઈનકમ સ્ટેટસ, વાર્ષિક કમાઈ, જન્મ તારીખ, શહેર અને ઓળખ કાર્ડ સંબંધિત જાણકારી છે.એક રિપોર્ટ અનુસાર લીક થયેલા ડેટામાં અંદાજે 5 લાખ પેન નંબર પણ છે. આ ડેટા પરથી જાણી શકાય છે કે તેને અલગ અલગ સોર્સમાંથી પ્રાપ્ત કરવામાં આવી છે. શક્ય છે કે બેન્કોના થર્ડ પાર્ટી સર્વિસ પાર્ટનર્સે આ પ્રકારની જાણકારી અસુરક્ષિત રીતે રાખી હોય.આ અંગે વધુમાં જાણવા મળ્યાનુસાર કાર્ડ હોલ્ડર્સમાં ખાસ સમાનતા જોવા મળી છે. લીક થયેલા ડેટામાં જે કાર્ડ હોલ્ડર્સની જાણકારી છે તે એક્સિસ બેન્ક, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ, કેલોંગ ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ અને મૈકેંસી એન્ડ કંપનીમાં કામ કરી ચુક્યા છે. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમની વાર્ષિક આવક 7 લાખથી લઈ 35 લાખ સુધીની છે.

Statement / કોંગ્રેસ પર શિવસેનાના નેતા સંજય રાઉતે સાધ્યું નિશાન, કહ્યું-…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…