ગુજરાતની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવાના સમીકરણ પર કામ કરી રહી છે. આ અંગે ભાજપના ચાણક્ય ગણતા અમીત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સવારે ચૂંટણી સંદર્ભે બેઠક થઇ હતી, અમદાવાદની 12 વિધાનસભાની બેઠક પર ચર્ચા થઇ હોવાની જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ ઘાટલોડિયા સિવાય ની અન્ય બેઠકો ના વિકલ્પ ની પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ઉમેદવાર નક્કી કરવા માટેની ભાજપની પરલામેન્ટ્રી બોર્ડ ની ત્રણ દિવસ ની બેઠક પૂર્ણ થયા બાદ આજે સવારે અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલ વચ્ચે બે કલાક સુધી ખાનગી બેઠક મળી હતી, ચાય પે ચર્ચા માં અમદાવાદ ની 12 બેઠકો ની સાથે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ને પણ ઘાટલોડિયા સિવાય ને બેઠક ના વિકલ્પ ની પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત ત્રણ દિવસ સુધી તમામ182 બેઠકો પર નું મનોમંથન કરી ત્રણ થી 5 નામો ની પેનલ સાથેની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં કેટલીક બેઠકો માટે મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખ ના પર્શનલ અભિપ્રાય પણ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, આ બેઠકમાં ભાજપના ચાણક્ય એવા અમિત શાહે પણ બારીકાઈ થી દાવેદારો ની યાદી નો અભ્યાસ કરી ને પેનલ ના નામો નક્કી થાય હોવાનું જાણવા મળ્યું છે
