Bhavnagar News/ મહુવાના કોટામોઈ ગામે યુવતીનું કરંટ લાગતા મોત, પરિવારના ખેતર માલિક સામે ગંભીર આરોપ

કોટામોઈ ગામના વાડી વિસ્તારમાં Current લાગતા યુવતીનું મોત. ખેતરના શેઢે કરંટ મૂકાયો હોવાનો આક્ષેપ. 

Gujarat Others Breaking News
electric shock

Bhavnagar News : ભાવનગરના મહુવા તાલુકાના કોટામોઈ ગામે યુવતીનું કરંટ (electric shock) લાગતા મોત થતાં ચકચાર મચી ગઈ છે. વાડી વિસ્તારમાં ખેતરના શેઢે મૂકવામાં આવેલા કરંટની અડફેટે યુવતી આવી હોવાનું સામે આવ્યું છે. રાત્રે બનેલી ઘટનાની જાણ પરિવારને સવારે થઈ હતી.

વાડી વિસ્તારમાં electric shock લાગતા યુવતીનું મોત

કોટામોઈ (Kotamoi) ગામના વાડી વિસ્તારમાં ખેતરના શેઢે મૂકવામાં આવેલા કરંટ લાગતા યુવતીનું મોત થયું હતું. ઘટના બાદ યુવતીનો મૃતદેહ (Dead Body) આખી રાત ઘટનાસ્થળે જ પડ્યો રહ્યો હતો. પરિવારને સવારે ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. સવારે યુવતીના પરિવારને ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાસ્થળે યુવતીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

વાડી માલિક સામે પરિવારના ગંભીર આક્ષેપ

આ ઘટનાને પગલે મૃતક યુવતીના પરિવારજનોએ વાડી માલિક સામે ગંભીર આક્ષેપો (Serious allegations against the farm owner)કર્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે ખેતરના શેઢે કરંટ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે યુવતી તેની અડફેટે આવી અને તેનું મોત થયું. કરંટ કયા કારણોસર મૂકવામાં આવ્યો હતો અને તેને લગાવવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:મોબાઈલ ચાર્જર બન્યું મોતનું કારણ! વીજ કરંટ લાગતાં 17 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો:ન્યૂ એરા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીના વીજ કરંટથી મોત મામલે પેરેન્ટ્સ એસોસિએશનની CMને રજૂઆત

આ પણ વાંચો:નવસારીમાં કરૂણ અકસ્માત: જીવંત વીજતારના કરંટથી 3 શ્રમિકોના મોત, 3 ઘાયલ