FIFA WORLD CUP/ મોરોક્કોએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, પોર્ટુગલને બતાવ્યો બહારનો રસ્તો

મોરોક્કન ગોલકીપરે જોરદાર રમત બતાવી સૌના દિલ જીતી લીધા હતા. આ હાર સાથે પોર્ટુગલની ટીમ ફિફા વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગઈ છે અને અનુભવી ફૂટબોલર ક્રિસ્ટિયાનો…

Top Stories Sports
Morocco Semi Finals

Morocco Semi Finals: મોરોક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. પોર્ટુગલને હરાવીને મોરક્કોની ટીમે મોટો અપસેટ કર્યો છે. મોરોક્કન ગોલકીપરે જોરદાર રમત બતાવી સૌના દિલ જીતી લીધા હતા. આ હાર સાથે પોર્ટુગલની ટીમ ફિફા વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગઈ છે અને અનુભવી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ટાઈટલનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.

પ્રથમ હાફમાં મોરોક્કોએ ગોલ કરવા માટે અનેક હુમલા કર્યા હતા. મોરોક્કો માટે એન નેસરીએ હાફ ટાઈમ પહેલા હેડર દ્વારા ગોલ કર્યો હતો. આ સાથે મોરક્કોની ટીમે 1-0ની સરસાઈ મેળવી હતી જે અંત સુધી જળવાઈ રહી હતી. મોરોક્કન ડિફેન્સે પોર્ટુગીઝના આક્રમણને સંપૂર્ણ રીતે બાંધી દીધું અને તેમની સામે દિવાલની જેમ ઉભી રહી, જેના કારણે પોર્ટુગીઝ ટીમ મેચમાં એક પણ ગોલ કરવામાં નિષ્ફળ રહી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

પોર્ટુગલે સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને તેની શરૂઆતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નથી.

પોર્ટુગલ લાઇન-અપ: ડિએગો કોસ્ટા (ગોલકીપર), ડિઓગો ડાલોટ, પેપે, રુબેન ડાયસ, રાફેલ ગુરેરો, બર્નાર્ડો સિલ્વા, રુબેન નેવેસ, ઓટાવિયો, બ્રુનો ફર્નાન્ડિસ, જોઆઓ ફેલિક્સ, ગોન્ઝાલો રામોસ.

મોરોક્કો લાઇન અપ: યાસીન બૌનોઉ, અશરફ હકીમી, રોમૈન સૈસ, જવાદ અલ યામિક, યાહ્યા અતીત-અલ્લાહ, સોફિયાને અમરબત, અઝેદીન ઓનાહી, સલીમ અમલા, હકીમ ઝિયેચ, સોફિયાને બૌફલ, યુસેફ એન નેસરી.

આ પણ વાંચો: Server Down/વિશ્વભરમાં E-MAILનું સર્વર ડાઉન થતા કરોડો યૂઝર્સના ઈમેલ ડિલિવર ન થયા