રાજકોટ/ બે બાળકોની હત્યા કર્યા બાદ માતાએ કર્યો આપઘાત, વીડિયો બનાવી જણાવ્યું કારણ

રાજકોટના આંબેડકરનગરમાં મનીષા પરમાર નામની મહિલાએ પોતાના 3 વર્ષના દીકરા અને 3 મહિનાની માસુમ દીકરીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા અને બાદમાં પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું.

Top Stories Gujarat Rajkot
Untitled 4 બે બાળકોની હત્યા કર્યા બાદ માતાએ કર્યો આપઘાત, વીડિયો બનાવી જણાવ્યું કારણ

રાજકોટના આંબેડકરનગરમાં બે બાળકો સાથે માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે.5 વર્ષના પુત્ર અને 6 માસની પુત્રીની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યો હતો. પતિ સાથે બોલાચાલી બાદ પત્નિ પગલુ ભર્યુ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે શહેરની પોલીસને જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં મહિલાએ તેના પતિના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મહિલાના પતિની પણ આ કેસમાં પૂછપરછ બાદ મહિલાએ કેમ બાળકો સાથે આપઘાત કર્યો તેની વિગતો સામે આવી શકે છે.

આ મામલે મળતી માહિત અનુસાર, રાજકોટના આંબેડકરનગરમાં મનીષા પરમાર નામની મહિલાએ પોતાના 3 વર્ષના દીકરા અને 3 મહિનાની માસુમ દીકરીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા અને બાદમાં પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પહેલા મનીષાએ એક વીડિયો બનાવીને ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં તે આ માટે તેનો પતિ સાગર પરમાર જવાબદાર હોવાનું કહી રહી છે. સાથે જ પતિ અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ રાખતો હોવાનો ઉલ્લેખ આ વીડિયોમાં કર્યો છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતા માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને બાળકો તેમજ મનીષાબેનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મનીષાબેને આત્મહત્યા કરતા પહેલા બનાવેલ વીડિયોમાં પતિ સાગરનો ત્રાસ હોવાનું કહેતા પોલીસે સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાએ આપઘાત કર્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ બાદ મોતનું કારણ જાણીને પોલીસ આ કેસમાં આગળની દિશામાં વધુ તપાસ હાથ ધરશે.

આ પણ વાંચો:અમરેલીના દામનગર નજીક રખડતા શ્વાનના ટોળાએ 3 વર્ષના બાળકને ફાડી ખાધો

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:સુરતની આ દુકાનોમાંથી કોકો પીઓ છો? તો થઈ જાવ સાવધાન, આ 8 દુકાનોના કોકો પાવડર અને કોર્ન ફ્લોરના નમુના થયા ફેઇલ

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં