Not Set/ મધર ડેરીએ વધાર્યો દૂધનો ભાવ, હવે આટલા રૂપિયા પ્રતિ લિટર મળશે ગાયનું દૂધ

દેશની રાજધાનીની અગ્રણી દૂધ સપ્લાયર મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં ગાયનાં દૂધનાં ભાવમાં 2 રૂપિયા વધારીને 44 રૂપિયા કર્યો છે. આ વધારો શુક્રવારથી અમલમાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે, તે ખેડૂતો પાસેથી કાચુ દૂધ ખરીદવા માટે વધુ ચૂકવણી કરી રહી છે. જેના કારણે તેમને ગાયનાં દૂધનાં ભાવમાં વધારો કરવો પડ્યો છે. જોકે, કંપનીએ અન્ય કોઇ દૂધનાં […]

India
21 55 491036610milk1 મધર ડેરીએ વધાર્યો દૂધનો ભાવ, હવે આટલા રૂપિયા પ્રતિ લિટર મળશે ગાયનું દૂધ

દેશની રાજધાનીની અગ્રણી દૂધ સપ્લાયર મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં ગાયનાં દૂધનાં ભાવમાં 2 રૂપિયા વધારીને 44 રૂપિયા કર્યો છે. આ વધારો શુક્રવારથી અમલમાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે, તે ખેડૂતો પાસેથી કાચુ દૂધ ખરીદવા માટે વધુ ચૂકવણી કરી રહી છે. જેના કારણે તેમને ગાયનાં દૂધનાં ભાવમાં વધારો કરવો પડ્યો છે.

જોકે, કંપનીએ અન્ય કોઇ દૂધનાં ભાવમાં વધારો કર્યો નથી. મધર ડેરીનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે-ત્રણ મહિનામાં, તેમને ગાયનાં કાચા દૂધની ખરીદી પર લિટર દીઠ અઢીથી ત્રણ રૂપિયા વધુ ચૂકવવા પડે છે. પ્રવક્તાએ કહ્યું કે જેના કારણે દૂધનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે, 6 સપ્ટેમ્બરથી ગાયનાં દૂધનાં અડધા લિટરનાં પેકની કિંમત 23 રૂપિયા અને લિટર પેકની કિંમત પ્રતિ લિટર 44 રૂપિયા થશે. માનવામાં આવે છે કે, મધર ડેરી પછી અમૂલ અને પરાગ જેવી કંપનીઓ પણ દૂધનાં ભાવમાં વધારો કરી શકે છે.

દિલ્હી એનસીઆરમાં મધર ડેરી દ્વારા 30 લાખ લિટર દૂધ સપ્લાય કરવામાં આવે છે. તેમાં આઠ લાખ લિટર ગાયનું દૂધ હોય છે. આ વર્ષે મે મહિનામાં મધર ડેરીએ દૂધનાં ભાવમાં બે રૂપિયા લીટરનો વધારો કર્યો હતો. ગાયનાં દૂધનાં કિસ્સામાં, એક લિટરનાં પેકમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તે સમયે ગાયનાં દૂધનાં અડધા લિટર પેકમાં એક રૂપિયો વધારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.