Not Set/ હોળી પર આ ઉપાય કરવાથી થશે માતા લક્ષ્મી પ્રસન્ન

હિન્દુઓનો પવિત્ર તહેવાર હોળી આવવાને માત્ર એક દિવસની વાર છે  હોલીકા દહન 28 માર્ચે કરવામાં આવશે. 29 માર્ચે, હોળી તમામ લોકો હર્ષોલ્લાસથી રંગો સાથે રમશે. જ્યોતિષ મુજબ હોળીનો દિવસ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે કેટલાક નાના નાના

Dharma & Bhakti Navratri 2022
હોળી પર આ ઉપાય કરવાથી થશે માતા લક્ષ્મી પ્રસન્ન

હિન્દુઓનો પવિત્ર તહેવાર હોળી આવવાને માત્ર એક દિવસની વાર છે  હોલીકા દહન 28 માર્ચે કરવામાં આવશે. 29 માર્ચે, હોળી તમામ લોકો હર્ષોલ્લાસથી રંગો સાથે રમશે. જ્યોતિષ મુજબ હોળીનો દિવસ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે કેટલાક નાના નાના  ઉપાય કરવાથી જાતક માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે.  જીવન અને કુટુંબમાં સંપત્તિ અને ખુશીઓ પણ વધી શકે છે. જ્યોતિષ મુજબ હોળીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને પહેલા ઘરના મંદિરની સફાઈ કરો. ત્યારબાદ દેવી લક્ષ્મીની પૂજા કરો. ગુલાબના ફૂલો, ચોખા, સફેદ રંગની મીઠાઇ, કોઈપણ ફળ માતાને પૂજા-અર્ચના કર્યા પછી ચઢાવવા  જોઈએ.

File:Bonfire during Holi.jpg - Wikimedia Commons

 

કેવી રીતે મા લક્ષ્મીની પૂજા કરવી

સૌ પ્રથમ, માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો ગંગા જળથી સ્નાન કરાવો. કુમકુમનો તિલક લગાવો અને ગંગાજળને ભીનાશ સાથે અક્ષત અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મીજીની આરતી કરો. માતાને ફૂલો અર્પણ કરો અને ભોગ લગાવો. આ પછી, લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે આવતા વર્ષે હોળી કરીને ઘરમાં સુખ-શાંતિ રહે.

Diwali Puja Vidhi 2017: How to do Laxmi Puja on Diwal & Important timings

શુભ દાન કરો

હોળીના દિવસે ગરીબ બાળકોમાં 11 ગુલાબી રંગની ગુલાલનું વિતરણ કરવું જોઈએ. આ ઉપાય સવારે કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓથી રાહત મળશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે છે. આ સિવાય ખાવા પીવાનું દાન કરવું પણ શુભ છે. તેનાથી સંપત્તિમાં વધારો થાય છે.

Free Vector | Kids playing design

 

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…