વડોદરા/ સાવલી તાલુકાનાં પસવા ગામમાં સગી જનેતા જ બની કાળ : વાંચો કમકમાટી ભરી ઘટનાની વાત

પ્રેમી સુમિત્રાને મળવા માટે તેના ઘરે આવ્યો હતો ત્યારે બાળકે રુદન કરતા તેની માતાને પોતાનો પુત્ર પ્રેમ સંબંધમાં બધારૂપ હોય તેવું લાગતા પ્રેમી સાથે મળીને પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Gujarat Vadodara
સાવલી

વડોદરાના સાવલી તાલુકાના પાસવા ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સમાજ માટે કલંકરુપ છે. એક માએ તેના સગા દીકરાને જન્મ તો આપ્યો જ પણ મોતના ઘાટ પણ ઉતારી દીધો.

વધુ વિગત અનુસાર સાવલીનાં પાસવા ગામમાં મુકેશ ભાઈ ગોવિંદભાઈ પરમારની ધર્મપત્ની સુમિત્રા મુકેશ પરમારએ પોતાના જ છ વર્ષના પુત્ર પ્રિન્સકુમાર મુકેશ પરમારને તેના પ્રેમી સાથે મળીને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુમિત્રા મુકેશ પરમાર તેમના પ્રેમી સાથે ઘણા સમયથી અનૈતિક સંબંધ ધરાવતા હતા વારંવાર તેઓ સુમિત્રાને પસવા મળવા પણ આવતો હતો ત્યારે 27 6 2022 ને સોમવારની રાત્રે સોમવારની રાત્રે જ્યારે પ્રેમી સુમિત્રાને મળવા માટે તેના ઘરે આવ્યો હતો ત્યારે બાળકે રુદન કરતા તેની માતાને પોતાનો પુત્ર પ્રેમ સંબંધમાં બધારૂપ હોય તેવું લાગતા પ્રેમી સાથે મળીને પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુમિત્રાનાં પ્રેમીએ પ્રિન્સને મોતને ઘાટ ઉતાર્યા બાદ સિમેન્ટનાં થાંભલા પાસે ઊધા માથે લટકાવીને ત્યાંથી નાસી છૂટયો હતો. જ્યારે સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં જ સુમિત્રા તેમજ નાસી છુટેલ પ્રેમીને પકડી પાડી જેલ હવાલે કર્યા હતા અને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો : શિક્ષણમંત્રી