બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે માલદીવની અનેક તસ્વીરો અને વીડિયોને ચાહકોમાં શેર કર્યા હતા, જે ખૂબ વાયરલ થયા હતા. હાલમાં તાજેતરમાં, મૌની રોયનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મૌની રોય જબરદસ્ત સ્ટાઇલમાં ‘બાહો મેં ચલે આ’ ગીત ગાતા નજરે પડે છે. વીડિયોમાં મૌની રોયના એક્સપ્રેશન જબરજસ્ત લાગી રહ્યા છે.
અભિનેત્રી મૌની રોય તેના આ વિડીયોમાં યેલો કલરનો સૂટ પહેરી અને કપાળ પર બિંદી લગાવેલી જોવા મળી રહી છે. તેમજ તેના એક્સપ્રેશન ચાહકોના હોશ ઉડાવી રહ્યા છે. આ વીડિયોમાં મૌની રોય ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીના આ વીડિયો પર લોકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.
https://www.instagram.com/p/CHSaBwhJ25I/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
મૌની રોયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તેની વેબ સિરીઝ ‘લંડન કોન્ફીડેન્શીયલ’ રિલીઝ થઈ છે અને તેનું કામ પણ પસંદ કરવામાં આવી રહ્યું છે. મૌની રોય સ્ટારર આ સિરીઝ ગુના અને રોમાંચથી ભરેલી છે.
અભિનેત્રીના બોલિવૂડ કારકિર્દીની વાત કરીએ તો તેણે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો છે. અભિનેત્રી મેડ ઇન ચાઇના ફિલ્મમાં પણ જોવા મળી હતી, જેમાં તેણે અભિનેતા રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. મૌની રોય રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં પણ જોવા મળશે.
