Not Set/ દીવ/ ‘મહા’ વાવાઝોડા ને લઈ ને લોકોનુ શેલ્ટર હોમમાં સ્થળાંતર

દીવમાં  નીચાણવાળા વિસ્તારોના લોકો ને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેનું દીવ કલેક્ટર સલોની રાયે નિરીક્ષણ કરી અને સુરક્ષા વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી દીવમાં મહા વાવાઝોડા ની આગાહી ને લઈ ને દીવ પ્રશાસન દ્વારા સર્વે કરી નીચાણવાળા વિસ્તાર ની માહિતી મેળવવામાં આવી હતી. અને જે તે વિસ્તારના સ્થાનિકોને વાવાઝોડા દરમિયાન જે પણ […]

Gujarat
દીવ દીવ/ ‘મહા’ વાવાઝોડા ને લઈ ને લોકોનુ શેલ્ટર હોમમાં સ્થળાંતર

દીવમાં  નીચાણવાળા વિસ્તારોના લોકો ને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેનું દીવ કલેક્ટર સલોની રાયે નિરીક્ષણ કરી અને સુરક્ષા વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી

દીવમાં મહા વાવાઝોડા ની આગાહી ને લઈ ને દીવ પ્રશાસન દ્વારા સર્વે કરી નીચાણવાળા વિસ્તાર ની માહિતી મેળવવામાં આવી હતી. અને જે તે વિસ્તારના સ્થાનિકોને વાવાઝોડા દરમિયાન જે પણ મુશ્કેલી આવે તેનાથી અવગત કરાવ્યા હતા. વાવાઝોડા ના અગામચેતી ના ભાગરૂપે લોકો ને સ્થળાંતર કરવા અપીલ કરી હતી.

દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય એ લોકો ના હિત ને લઈ ને લોકો ને વિનંતી કરી કે તેઓ પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા શેલ્ટર હોમ માં દરેક સુવિધા ઓ છે તેથી દરેક ને પોતાના ઘર ની જરુરીયાત ની વસ્તુઓ લઈ ને શેલ્ટર હોમ જવા અપીલ કરી હતી. બપોર સુધીમાં લોકો શેલ્ટર હોમ પહોંચી ગયા હતા.

જે નીચાણવાળા વિસ્તાર ના લોકો ઘરે થી નીકળ્યા ના હતા તેમને સાંજે દીવ કલેક્ટર સલોની રાય, દાનીસ અશરફ, ડેપ્યુટી કલેક્ટર હરમીન્દર સિંહ, અધિકારીગણ તથા એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા સેન્ટ્રલ હોમ જવા અપીલ કરી હતી. દીવ કલેક્ટર સલોની રાય અને તેમની ટીમે વણાકબારા, ઘોઘલા અને દીવ ના શેલ્ટર હોમ ની મુલાકાત લઈ લોકો ને સુવિધા વિશે જાણકારી મેળવી હતી અને નાના બાળકો ને પણ જરૂરી ચીજવસ્તુઓ માટે પૂછવામાં આવ્યું હતું. સાથે લોકો ને કોઈ પણ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું સાથે કોઈ ને ડોક્ટર ની જરૂર હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.