Congress leaders/ સાંસદ કે.સી. વેણુગોપાલે કર્યું ટ્વીટ ‘આગામી રાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ”

સાંસદ કે.સી.વેણુગોપાલે આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસને સંદેશ આપ્યો છે.  કે.સી.વેણુગોપાલે ટ્વીટ કરી જણાવ્યું કે અમે આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ.

Top Stories India
Beginners guide to 2024 06 18T131019.936 સાંસદ કે.સી. વેણુગોપાલે કર્યું ટ્વીટ 'આગામી રાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ''

Delhi News : સાંસદ કે.સી.વેણુગોપાલે આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસને સંદેશ આપ્યો છે.  કે.સી.વેણુગોપાલે ટ્વીટ કરી જણાવ્યું કે અમે આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ. આગામી સમયમાં ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી થશે. આ ચૂંટણીમાં પણ લોકસભા ચૂંટણીની જેમ જીત મેળવવાના પ્રયાસ માટે તત્પર હોવા અંગે ટ્વીટ કર્યું. આ ચૂંટણીમાં તેમની વ્યૂહરચનાને લઈને તેઓ બહુ જલદી મલ્લિકાર્જુન ખડગે અને રાહુલગાંધી સાથે બેઠક કરશે.

જણાવી દઈએ કે ગત 17જૂનના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવસ્થાને બેઠક મળી હતી. આ બેઠક બાદ કોંગ્રેસે સત્તાવાર જાહેર કર્યું કે રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડશે અને રાયબરેલી બેઠક સંભાળશે. બંધારણની કલમ 101(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 68(1) હેઠળ, જો કોઈ સાંસદ બે બેઠકો જીતે છે, તો તેણે 14 ની અંદર એક બેઠક છોડી દેવી પડશે. જો તેઓ નિર્ધારિત સમયમાં આમ નહીં કરે તો તેમની બંને બેઠકો ગુમાવવી પડે છે. આ સંદર્ભમાં કોંગ્રેસ પક્ષે ગતરોજ રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે અને કઈ બેઠક પર કાયમ રહેશે તેવા સસ્પેન્સનો અંત લાવ્યો છે.

નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2024 માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડયા અને જીતયા પણ હતા. મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની બેઠક બોલાઈ હતી. તે બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડની બેઠક છોડશે અને રાયબરેલી બેઠક પોતાની પાસે રાખશે. અને વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી પેટાચૂંટણી લડશે. આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ હાજર રહ્યા હતા.

કોણ છે કે.સી. વેણુગોપાલ
રાજકીય વર્તુળોમાં થઈ રહેલ ચર્ચા મુજબ કૉંગ્રેસમાં સત્તાનાં પાંચ કેન્દ્રો છે. તે પાંચ કેન્દ્રો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના મહામંત્રી કે સી વેણુગોપાલ છે. કે સી વેણુગોપાલ છેલ્લાં સાત વર્ષથી કૉંગ્રેસના મહામંત્રી છે. કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ દાવા સાથે કહ્યું કે કે.સી.વેણુગોપાલ કોંગ્રેસમાં એવા મહામંત્રી છે જેમની પક્ષના તમામ નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા હોય છે. તેઓ 2023માં બનેલા ઇન્ડિયા ગઠબંધનની સંયોજન સમિતિના પ્રભાવશાળી સભ્ય છે. જોકે, વેણુગોપાલ અત્યંત લો-પ્રોફાઇલ રહે છે. કે સી વેણુગોપાલ રાહુલ ગાંધીની વધુ નજીક હોવાનું માનવામાં આવે છે.

કોંગ્રેસની આ મહત્વની બેઠકમાં કે.સી. વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. જેઓ ભારત સરકારમાં નાગરિક ઉડ્ડયન અને ઉર્જા રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન હતા. કોંગ્રેસના શાસનમાં કે.સી.વેણુગોપાલને મહત્વનો હોદ્દો મળ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ પરિવારની કંપની છે’, પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક આપવા પર ભાજપના પ્રહાર

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી

 આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે