સ્પાઇસ જેટની દિલ્હી ફ્લાઇટથી ભોપાલ આવી રહેલા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ફ્લાઇટમાં પસંદગીની સીટ ન મળતા ધરણા પર બેસી ગયા હતા. એરપોર્ટ ડાયરેક્ટરનાં અનુરોધ પર, તે વિમાનમાંથી નીચે ઉતર્યા. બાદમાં તેમણે સ્પાઇસ જેટ મેનેજમેન્ટ વિરુદ્ધ યોગ્ય સેવાઓ ન મળવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ સાધ્વી પ્રજ્ઞા શનિવારે સાંજે દિલ્હીથી સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર એસજી 2489 થી ભોપાલ આવી રહી હતી. તેમને વિમાનની અંદર બેઠક નંબર 2-એ આપવામાં આવી હતી. સંસદ સભ્ય ઇચ્છતા હતા કે તેમને પ્રોટોકોલની દ્રષ્ટિએ સીટ નંબર એ-1 આપવામાં આવે, પરંતુ આ બેઠક પહેલાથી જ બીજા મુસાફરને આપવામાં આવી હતી. વિમાન સાંજે 7 વાગ્યે રાજાભોજ એરપોર્ટ પર ઉતર્યું હતું.
BJP MP Pragya Thakur has filed complaint with Bhopal Airport Director alleging she was not allotted the seat she booked in a Spicejet flight.Anil Vikram, Airport Director, Bhopal says 'We received complaint of MP.Will seek info from SpiceJet and their crew about it' (file pic) pic.twitter.com/d3bM8aEVJC
— ANI (@ANI) December 22, 2019
ભોપાલનાં બધા મુસાફરો નીચે ઉતર્યા, પરંતુ સાધ્વી ઉતર્યા નહીં. તે વિમાનની અંદર ધરણા પર બેસી ગયા. સ્પાઈસ જેટનાં સ્ટાફે તેમને નીચે આવવાની વિનંતી પણ કરી, પરંતુ તેમણે ના પાડી દીધી. બાદમાં, એરપોર્ટ ડાઇરેક્ટર અનિલ વિક્રમ વિમાનની અંદર પહોંચ્યા અને સાંસદને ધરણા ખતમ કરવાની વિનંતી કરી.
એપીડીની વિનંતી પર, તે 20 મિનિટ બાદ નીચે આવ્યા. એરપોર્ટનાં વીઆઈપી લાઉન્જ પહોંચીને તેમણે સ્પાઇસ જેટની સેવાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના ફ્લાઇટથી સમયસર ન ઉતરવાના કારણે વિમાન 20 મિનિટ વિલંબ સાથે ભોપાલથી દિલ્હી પરત ફર્યું હતું.
Bhopal: Pragya Thakur files complaint alleging non-allotment of booked seat, misconduct by flight crew
Read @ANI story | https://t.co/bARwfjcSlt pic.twitter.com/XTqMA1iKqA
— ANI Digital (@ani_digital) December 22, 2019
સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર એરપોર્ટથી ભાજપનાં પૂર્વ જિલ્લા અધ્યક્ષ ભગવાનદાસ સબનાની સાથે સંત હિરદારામજી પહોચ્યા હતા. અહીં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, સ્પાઇસ જેટની સેવાઓ સારી નથી. કંપની તેની જવાબદારીથી પીછે હઠ કરી રહી છે. મેં જે સીટ બુક કરાવી હતી તે આપી નથી. મેં ધરણા કર્યા નથી, પરંતુ સેવાઓની અછતની ફરિયાદ નોંધાવી છે. સાધ્વીએ કહ્યું કે આ પહેલા પણ સ્પાઇસ જેટે મહિલા ગવર્નરનાં આગમન સમયે યોગ્ય સેવા આપી ન હોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
