હત્યા/ બ્રિટનમાં સાંસદની છરીના ઘા મારી કરવામાં આવી હત્યા,જાણો વિગતો

કન્ઝર્વેટિવ સાંસદ ડેવિડ એમ્સ પર ડાઉનટાઉન લી-ઓન-સીમાં બેલ્ફેર મેથોડિસ્ટ ચર્ચમાં બેઠક સમયે હુમલો થયો હતો. જો કે, હુમલા બાદની સ્થિતિ વિશે કોઈ માહિતી બહાર આવી નથી

Top Stories World
hatya બ્રિટનમાં સાંસદની છરીના ઘા મારી કરવામાં આવી હત્યા,જાણો વિગતો

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સર ડેવિડ એમ્સની શુક્રવારે બ્રિટનમાં હત્યા કરવામાં આવી હતી. ચર્ચમાં છરી વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં 25 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હુમલા બાદ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેમને બપોરે 12:05 વાગ્યે માહિતી મળી હતી કે લી-ઓન-સીમાં છરી વડે હુમલો થયો છે. ત્યારબાદ સ્થળ પરથી છરી પણ મળી આવી હતી.

પોલીસે કહ્યું, “અમે હવે આ કેસમાં બીજા કોઈની શોધ કરી રહ્યા નથી અને અમારું માનવું છે કે જનતા માટે કોઈ જોખમ નથી.” દરમિયાન, સ્કાય ન્યૂઝે કહ્યું કે, કન્ઝર્વેટિવ સાંસદ ડેવિડ એમ્સ પર ડાઉનટાઉન લી-ઓન-સીમાં બેલ્ફેર મેથોડિસ્ટ ચર્ચમાં બેઠક સમયે હુમલો થયો હતો. જો કે, હુમલા બાદની સ્થિતિ વિશે કોઈ માહિતી બહાર આવી નથી. હવે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

સાઉથએન્ડ વેસ્ટ સાંસદ એમ્સ 69 વર્ષના છે. ઘટનાની જાણ થતાં જ એર એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી હતી ઘટના સમયે સાઉથએન્ડ કાઉન્સેલર જોન લેમ્બ પણ હાજર હતા. તેમણે કહ્યું કે, સર ડેવિડ એમ્સ એક ફેમિલી મેન છે. તેમને ચાર દીકરીઓ અને એક દીકરો છે. તે હંમેશા લોકોને મદદ કરવા તત્પર રહે છે. તેમણે કહ્યું કે, સાંસદને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ન હતા, પહેલા તેમને સ્થળ પર હાજર બે એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી.