Not Set/ ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજે કોંગ્રેસનો થામ્યો હાથ

નવી દિલ્હી, લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે ત્યારે હજુ પણ નેતાઓએ પાર્ટી બદલવાનો દૌર ચાલુ રાખ્યો છે. સુત્રોથી મળેલી માહિતી મુજબ ભાજપથી નારાજ ચાલી રહેલા સાંસદ ઉદિત રાજે કોંગ્રેસનો હાથ થામ્યો છે. ઉદિત રાજ દિલ્હીનાં ઉત્તર પશ્ચિમ લોકસભા સીટ પરથી ટિકીટ કટ થયા બાદ કોંગ્રેસ સાથે જોડાયા છે. છેલ્લા ઘણા સમયથી ઉદિત […]

India Politics
rahul and udit ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજે કોંગ્રેસનો થામ્યો હાથ

નવી દિલ્હી,

લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે ત્યારે હજુ પણ નેતાઓએ પાર્ટી બદલવાનો દૌર ચાલુ રાખ્યો છે. સુત્રોથી મળેલી માહિતી મુજબ ભાજપથી નારાજ ચાલી રહેલા સાંસદ ઉદિત રાજે કોંગ્રેસનો હાથ થામ્યો છે. ઉદિત રાજ દિલ્હીનાં ઉત્તર પશ્ચિમ લોકસભા સીટ પરથી ટિકીટ કટ થયા બાદ કોંગ્રેસ સાથે જોડાયા છે.

છેલ્લા ઘણા સમયથી ઉદિત રાજ ટિકીટ મળવાની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ તેમને ટિકીટ આપવાની જગ્યાએ ભાજપે અંતીમ સમયે હંસ રાજ હંસને આ સીટ પરથી ટિકીટ આપી હતી. ભાજપનાં આ નિર્ણય બાદ ઉદિત રાજે પોતાની નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસનો હાથ થામ્યો છે. આ સાથે ઉદિત રાજે ટ્વિટરમાં પોતાનુ નામ પણ બદલી દીધુ છે.

hans raj hans IN BJP ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજે કોંગ્રેસનો થામ્યો હાથ

રાહુલ ગાંધીની હાજરીમાં ઉદિત રાજે કોંગ્રેસ પાર્ટી જોઇન કરી છે. તમને જણાવી દઇએ કે, કોંગ્રેસે પોતાના ટ્વિટર હૈંડલ પર આ વાતની પુષ્ટી પણ કરી છે.