ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની કપ્તાનીમાં 5 વખત IPL ચેમ્પિયન બનાવનાર એમએસ ધોનીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. ધોની બાદ ઋતુરાજ ગાયકવાડ આ સિઝનમાં CSKની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. IPL 2024 22 માર્ચથી શરૂ થશે અને તેના એક દિવસ પહેલા જ ધોનીએ મોટો નિર્ણય લીધો અને ટીમની કેપ્ટન્સી છોડી દીધી. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ 22 માર્ચે ચેન્નાઈમાં RCB સામે રમવાની છે.
વર્ષ 2022માં એમએસ ધોનીએ આઈપીએલની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારબાદ રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ધોનીએ ફરીથી ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. જોકે આ સિઝનમાં CSKનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, પરંતુ ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહેલા ધોનીએ વર્ષ 2023માં આ ટીમને પાંચમી વખત ચેમ્પિયન બનાવી હતી. એવું માનવામાં આવતું હતું કે આ વખતે પણ CSK તેની કપ્તાનીમાં જોરદાર પ્રદર્શન કરી શકે છે, પરંતુ આ લીગની શરૂઆત પહેલા ધોનીએ એક મોટું પગલું ભર્યું અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઋતુરાજને ટીમની કમાન સોંપવામાં આવી.
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ધોનીએ સોશિયલ મીડિયા પર એક મેસેજ આપ્યો હતો અને લખ્યું હતું કે આ વખતે તમે તેને એક નવી ભૂમિકામાં જોઈ શકો છો અને તેણે આ નિર્ણય લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા અને ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. આ વખતે ધોની CSK માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે અને ઋતુરાજ તેની દેખરેખ હેઠળ આ જવાબદારી સંભાળશે. ધોનીના આ મોટા નિર્ણય બાદ IPLમાં તેના યુગનો અંત આવ્યો, કારણ કે 42 વર્ષની ઉંમરે ધોની ફરીથી કેપ્ટન બને તેવી શક્યતા ઓછી છે.
આ પણ વાંચો:IPL 2024 દરમિયાન સ્ટેડિયમમાં ફ્રીમાં લેવી છે મજા? આ શહેરોમાં થશે ખાસ આયોજન
આ પણ વાંચો:IPL પહેલા ગુજરાત ટાઇટન્સના ખેલાડીનું દમદાર પરફોર્મન્સ, ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ
આ પણ વાંચો:IPL ઓપનિંગ સેરમનીમાં લાગશે બોલિવુડનો તડકો, આ સ્ટાર કરશે પરફોર્મ
આ પણ વાંચો:વિરાટ કોહલી સાથે સરખામણી થતા સ્મૃતી મંધાનાએ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યું….