Not Set/ પડોશી બોલ્યા- બાળકોને તરવાનું શિખવાડતા હતા મનસુખ, આત્મહત્યા ન કરી શકે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવાના મામલે સ્કૉર્પિયો માલિક મનસુખ હિરેનની લાશ મળવાના કેસમાં નવું ટ્વિસ્ટ આવ્યું છે. હિરેનની લાશ ઠાણેના મુંબ્રા વિસ્તારની ખાડીમાંથી મળી છે. પરિવાર અને પડોશીઓનું કહેવું છે કે હિરેન જિંદાદિલ વ્યક્તિ હતા. તેઓ ક્યારેય આત્મહત્યા ન કરી શકે. હિરેન સોસાયટીમાં બાળકોને સ્વિમિંગ શિખવતા હતા. એટલા માટે ડુબવાથી તેમના મોતનો તો સવાલ જ […]

Top Stories India
antilia bomb scare660 050321052426 પડોશી બોલ્યા- બાળકોને તરવાનું શિખવાડતા હતા મનસુખ, આત્મહત્યા ન કરી શકે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવાના મામલે સ્કૉર્પિયો માલિક મનસુખ હિરેનની લાશ મળવાના કેસમાં નવું ટ્વિસ્ટ આવ્યું છે. હિરેનની લાશ ઠાણેના મુંબ્રા વિસ્તારની ખાડીમાંથી મળી છે. પરિવાર અને પડોશીઓનું કહેવું છે કે હિરેન જિંદાદિલ વ્યક્તિ હતા. તેઓ ક્યારેય આત્મહત્યા ન કરી શકે. હિરેન સોસાયટીમાં બાળકોને સ્વિમિંગ શિખવતા હતા. એટલા માટે ડુબવાથી તેમના મોતનો તો સવાલ જ ઉભો થતો નથી.

મનસુખના પડોશી જણાવે છે કે તેઓ એક સારા અને મિલનસાર વ્યક્તિ હતા. અમે દસ પંદર વર્ષથી એકબીજાને ઓળખતા હતા. આ બધુ કેવી રીતે થઇ ગયું તે સમજમાં નથી આવતું. મનસુખે આ કેસની જાણકારી બધાને આપી હતી. તેમનો આખો પરિવાર બરબાદ થઇ ગયો છે. તેમના ત્રણ પુત્રો છે.

pic પડોશી બોલ્યા- બાળકોને તરવાનું શિખવાડતા હતા મનસુખ, આત્મહત્યા ન કરી શકે

સ્વિમિંગ શિખવાડતા હતા મનસુખ

જો મનસુખ હિરેનના પરિવારજનો અને પડોશીઓની વાત પર વિશ્વાસ કરીએ તો મનસુખનું છેલ્લુ લોકેશન ગત રાતે વિરાર વિસ્તારમાં હતું. જે ઠાણેથી ઘણું દૂર છે. પરિવારે કહ્યું કે આ સુસાઇડ નથી.

સાક્ષીની સુરક્ષા ન કરી શકી મુંબઇ પોલીસ

મહારાષ્ટ્રમાં નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે મનસુખ હિરેન કેસ દ્ધારા મુંબઇ પોલીસ પર નિશાન તાક્યું છે. ફડણવીસે કહ્યું કે મુંબઇ પોલીસ એક સાક્ષીની સુરક્ષા નથી કરી શકી.