Not Set/ નેસ્કોમમાં મુકેશ અંબાણીએ ગુજરાતીઓ પર કહ્યો આ જોરદાર જોક્સ, હસવાનું નહી રોકી શકો

નવી દિલ્હીઃ રિલાયંસ સમૂહના માલિક મુકેશ અંબાણીએ બુધવારે નૈસ્કૉમના કાર્યક્રમમાં ગુજરાતી લોકોના બિજનેસ માઇન્ડ પર એક જોક્સ સંભળાવ્યો હતો.  આ જોક્સ સાંભાળીને લોકો ખડખડાટ હસી પડ્યા હતા. મુશેક અંબાણીએ ગુજરાતીઓ ઉપર કરેલો જોક્સ રોકેટ ગતીએ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. આ જોક્સમાં તેણે એક સફળ ટેક ગુરુ અને એક સાધારણ ગુજરાતી બિઝનેસમેન વચ્ચે થયેલી […]

Business
nesscom 16 02 2017 1487227086 storyimage નેસ્કોમમાં મુકેશ અંબાણીએ ગુજરાતીઓ પર કહ્યો આ જોરદાર જોક્સ, હસવાનું નહી રોકી શકો

નવી દિલ્હીઃ રિલાયંસ સમૂહના માલિક મુકેશ અંબાણીએ બુધવારે નૈસ્કૉમના કાર્યક્રમમાં ગુજરાતી લોકોના બિજનેસ માઇન્ડ પર એક જોક્સ સંભળાવ્યો હતો.  આ જોક્સ સાંભાળીને લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

મુશેક અંબાણીએ ગુજરાતીઓ ઉપર કરેલો જોક્સ રોકેટ ગતીએ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. આ જોક્સમાં તેણે એક સફળ ટેક ગુરુ અને એક સાધારણ ગુજરાતી બિઝનેસમેન વચ્ચે થયેલી વાતચીત સંભળાવી હતી.

મુંકેશ અંબાણીએ જમાવ્યું હતું કે,  એક વાર સફળ ટેક ગુરુ અને એક ગુજરાતી પ્લેનમાં એક સાથે મુસાફરી કરી રહ્યા હતા. ટેક ગુરુને પોતાના અભ્યાસનો ભારે ઘમંડ હતું. તેને ગુજરાતીએ એક સવાલ-જવાબની ગેમ રમવા માટે કહ્યું.

ટેક ગુરુએ કહ્યું કે, હું એક સવાલ પુછીશ અને તમે એક સવાલ તમે પછો, જો હું જવાબ ના આપી શકુ તો હું તમને 100 રૂપિયા આપીશ અને જો તું જવાબ ના આપી શકે તો ફક્ત 10 રૂપિયા જ મને આપવાના છે. ગુજરાતી બિઝનેશમેને આ શર્ત માની લીધી.

ટેક ગુરુએ ગુજરાતીને એક ટેકનોલોજી પર આધારિત અઘરો સવાલ પુછ્યો. જેનો જવાબ ગુજરાતી પાસે ન્હોતો. ત્યારે ગુજરાતીએ 10 રૂપિયા ટેક ગુરુને આપી દીધા. ત્યાર બાદ ગુજ્જુએ એક સવાલ ટેક ગુરુને પુછ્યો, તેણે પુછ્યું કે, એવું કયું પ્રાણી છે જે પહાડ પર 4 પગે ચડે છે.  અને ઉતરે છે 3 પગે. ટેક ગુરુ આનો જવાબ ના આપી શક્યો . ટેક ગુરુએ 100 રૂપિયા ગુજ્જુને આપી દીધા. આ વાતનું ટેક ગુરુને ખોટુ લાગ્યું. તેનું માનવું હતુ કે, તે ગુજજુ કરતા વધારે સમજદાર છે.

ત્યાર બાદ ગુજરાતી સુઇ ગયો. ટેક ગુરુથી ના રહેવાયું  તેણે ગુજરાતીને ઉઠાડીને પુછ્યું કે તારા સવાલનો જબાવ શુ છે. તેના જવાબમાં ગુજ્જુએ કહ્યું તેને પણ આ સવાલનો જવાબ નથી ખબર. તેણે 10 રૂપિયા ટેક ગુરુને આપી દીધા. આમ ગુજરાતીએ  ઇન્વેસ્ટ કરીને80 રૂપિયા કમાયા