નાણાકીય વર્ષ 2023-24 પૂરું થઈ ગયું છે. ગત વર્ષે કેટલીક ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેટલીક વસ્તુઓના ભાવ ઘટવાથી લોકોને રાહત પણ મળી હતી. નાણાકીય વર્ષ 2023-24માં તુવેર દાળ 115 રૂપિયાથી વધીને 148 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ વર્ષે ચોખાના ભાવ 39 રૂપિયાથી વધીને 44 રૂપિયા પ્રતિ કિલો થયા છે. રોજિંદા વપરાશમાં લેવાતા દૂધ અને ખાંડની કિમંતોમાં 3 રૂપિયાનો વધારો થયો હતો. ખાદ્ય સામગ્રી ઉપરાંત કિમંતી ધાતુ એવા સોના-ચાંદીના ભાવમાં આ વર્ષે જબરજસ્ત વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 10 ગ્રામ સોનાની કિમંતો 60 હજારને આસપાસ હતી જ્યારે આ વર્ષે સીધો 10 હજારનો વધારો થતા 70 હજારે પંહોચ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં સરેરાશ 2500નો વધારો જોવા મળ્યો.
બીજી તરફ ગેસ સિલિન્ડર, સોયાબીન ઓઈલ અને પેટ્રોલ-ડીઝલ સહિત અન્ય અનેક ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સોયાબીન તેલના ભાવમાં પણ 18 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ગેસ સેલિન્ડર સાથે સોયાબીન તેલના ભાવમાં પણ આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે 31 એપ્રિલ 2023માં સોયાબીન તેલના ભાવ 140 રૂ. પ્રતિ કિલો હતા જયારે આ વર્ષે તેલના ભાવ 122 રૂ.એ પંહોચ્યો છે. એટલે કે આ વર્ષે સોયાબીન તેલના ભાવમાં 18 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
મોંઘવારી વધવાનો સીધો અર્થ છે તમારા કમાયેલા નાણાના મૂલ્યમાં ઘટાડો. ઉદાહરણ તરીકે, જો ફુગાવાનો દર 7% છે, તો તમે જે 100 રૂપિયા કમાવો છો તેની કિંમત 93 રૂપિયા હશે. અર્થતંત્રમાં કિંમતો અથવા ફુગાવો વધારી શકે તેવા ઘણા પરિબળો છે. સામાન્ય રીતે અમુક ઉત્પાદનો અને સેવાઓની માંગ અચાનક ઝડપથી વધવાથી ફુગાવો થાય છે. તેમજ નાણાંના પુરવઠો ઉત્પાદનના દર કરતાં ઝડપથી વધે ત્યારે પણ ફુગાવો જોવા મળે છે. આ સિવાય પગારમાં ધરખમ વધારો પણ ફુગાવો વધવાનું કારણ છે કારણ કે તેનાથી ઉત્પાદન ખર્ચ વધે છે. ઉપરાંત સરકારની નીતિ અને ડોલર સામે ચલણ નબળું પડવાથી પણ ફુગાવો વધે છે.
આ પણ વાંચો:આજે કેજરીવાલની ઇડીની કસ્ટડી સમાપ્ત, કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે
આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ