Not Set/ મુકેશ અંબાણી પોતાના કર્મચારી પર થયા મહેરબાન, આટલા કરોડનું આલીશાન ઘર આપ્યું ભેટમાં 

મુકેશ અંબાણીએ આ પ્રિય કર્મચારીને ઈમાનદારી, વિશ્વાસ અને વફાદારીની આ મહાન ભેટ આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કર્મચારીનું નામ મનોજ મોદી છે.

Business
મુકેશ

ક્યારેક- ક્યારેક ઈમાનદાર અને ઈમાનદારીની કોઈ કિંમત નથી હોતી, બસ તેના વખાણ કરીને થોડું માન  આપી શકાય છે. પરંતુ એક ખૂબ જ રસપ્રદ સમાચાર અનુસાર, દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ હાલમાં જ તેમના એક કર્મચારીને 1500 કરોડનું ઘર આપીને બધાને ચોંકાવી દીધા છે.

આ પણ વાંચો :એન ચંદ્રશેકરનને ટાટા સન્સના ચેરમેન તરીકે 5 વર્ષ માટે એક્સટેન્શન મળ્યું

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર 22 માળનું છે, તેમાં તમામ પ્રકારની સુવિધાઓ પણ છે. વાસ્તવમાં મુકેશ અંબાણીએ આ પ્રિય કર્મચારીને ઈમાનદારી, વિશ્વાસ અને વફાદારીની આ મહાન ભેટ આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કર્મચારીનું નામ મનોજ મોદી છે. તેઓ વર્ષોથી રિલાયન્સ કંપની સાથે જોડાયેલા છે અને વફાદાર રહ્યા છે. તે જ સમયે, તે મુકેશ અંબાણીના બેસ્ટ ફ્રેન્ડ પણ છે, જેની ઈમાનદારીથી ખુશ હોવાથી મુકેશે તેમને મુંબઈના પોશ વિસ્તારમાં આ ગિફ્ટ આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈમારતનું નામ ક્રિસ્ટેનેડ વૃંદાવન છે. તેને બનાવવામાં રૂ. 1,500 કરોડનો ખર્ચ થયો છે. જેના કારણે તે સૌથી મોંઘી ઈમારત બની ગઈ છે. આ સાથે, આ બંગલાના દરેક માળ 8,000 સ્ક્વેર ફૂટ છે અને જો આ આખા બંગલાની વાત કરીએ તો તે 1.7 લાખ સ્ક્વેર ફૂટથી વધુ છે.

પ્રાપ્ત માહિતીના આધારે કહેવામાં આવી રહ્યું છે કે આ ઘરમાં મનોજ મોદી તેમના પરિવારના સભ્યો સાથે રહેશે. સાથે જ આ ઘરની સૌથી ખાસ વાત એ છે કે આ ઘરનું તમામ ફર્નિચર ખાસ ઈટાલીથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યું છે. તે જ સમયે, આવા ઘણા ફર્નિચર છે, જે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પોતે પસંદ કર્યા છે. આ બિલ્ડિંગમાં એક ભવ્ય સ્વિમિંગ પૂલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

175 લોકો દિવસ-રાત સેવા આપશે

તે જ સમયે, આ ઘરની સંભાળ રાખવા માટે 175 લોકોની ફોજ રાખવામાં આવી છે, જેઓ આ ઘરમાં રહીને મનોજ મોદીના પરિવારની સેવા કરશે. ઘરના સફાઈ કર્મચારીઓથી લઈને રસોઇયા તેમની સેવામાં હંમેશા હાજર રહેશે.

આ પણ વાંચો :મુકેશ અંબાણીને ફરી એકવાર પાછળ છોડી ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર બન્યા

આ પણ વાંચો :આકારણી વર્ષમાં માત્ર એક જ વાર ITR અપડેટ કરી શકાશે!જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો :ભારતમાં દર વર્ષે મુસ્લિમ મહિલાઓ કપડાં કેટલો ખર્ચ કરે છે ? આવો જાણીએ

આ પણ વાંચો :અદાણીને પાછળ છોડી અંબાણી એશિયાના સૌથી ધનિક, માર્ક ઝકરબર્ગ 14માં સ્થાને