UP Election/ મુલાયમ સિંહ અખિલેશને જીતાડવાની અપીલ કરવાનું જ ભૂલી ગયા, સ્લિપ લખી કરાવુ પડ્યું યાદ..

લાંબા સમય પછી ચૂંટણી સભા કરી રહેલા મુલાયમ સિંહ પૂરા જોશમાં દેખાયા, પરંતુ તેમના અવાજ પર ઉંમરની અસર દેખાઈ રહી હતી. પોતાના સંબોધન દરમિયાન તેઓ અખિલેશને જીત અપાવવાની અપીલ કરવાનું ભૂલી ગયા અને ભાષણ સમાપ્ત કરી દીધું. ત્યારે નજીકમાં ઉભેલા ધર્મેન્દ્ર યાદવે તેમને સ્લિપ આપીને યાદ કરાવી પડી

Top Stories India
3 22 મુલાયમ સિંહ અખિલેશને જીતાડવાની અપીલ કરવાનું જ ભૂલી ગયા, સ્લિપ લખી કરાવુ પડ્યું યાદ..

સમાજવાદી પાર્ટી (SP)ના વડા મુલાયમ સિંહ યાદવ આ ચૂંટણીમાં પ્રથમ વખત મેદાનમાં ઉતર્યા છે. ગુરુવારે, તેમણે મૈનપુરીના કરહાલથી સપાના ઉમેદવાર તેમના પુત્ર અખિલેશ યાદવ માટે મત માંગ્યા. લાંબા સમય પછી ચૂંટણી સભા કરી રહેલા મુલાયમ સિંહ પૂરા જોશમાં દેખાયા, પરંતુ તેમના અવાજ પર ઉંમરની અસર દેખાઈ રહી હતી. પોતાના સંબોધન દરમિયાન તેઓ અખિલેશને જીત અપાવવાની અપીલ કરવાનું ભૂલી ગયા અને ભાષણ સમાપ્ત કરી દીધું. ત્યારે નજીકમાં ઉભેલા ધર્મેન્દ્ર યાદવે તેમને સ્લિપ આપીને યાદ કરાવી પડી.

મુલાયમ સિંહ યાદવે કહ્યું કે દેશ અને રાજ્યમાં બેરોજગારી છે, ખેડૂતો ખાતર અને બિયારણને લઈને ચિંતિત છે. વેપારીઓ પરેશાન છે. તેમણે કહ્યું કે આ વખતે યુવાનો, ખેડૂતો અને વેપારીઓ સાથે મળીને સપાની સરકાર બનાવશે. સપાની સરકાર આવશે તો રાજ્યમાં સમૃદ્ધિ આવશે. યુવાનોને રોજગારી મળશે. વેપારીઓને સુરક્ષા મળશે અને ખેડૂતોને પાક અને ખાતરના બિયારણ વેચવાની તક મળશે. સમાજવાદી પાર્ટી લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે.

જ્યારે મુલાયમ સિંહ યાદવ પોતાનું ભાષણ પૂરું કરવા લાગ્યા ત્યારે સ્ટેજ પર ઉભેલા ધર્મેન્દ્ર યાદવે તેમના કાનમાં કંઈક કહ્યું અને સ્લિપ આપી. આ પછી મુલાયમ સિંહ યાદવે હસતાં હસતાં કહ્યું કે સપાના ઉમેદવારો જીતવાના છે. બાદમાં તેમણે અખિલેશ યાદવને જંગી મતોથી જીતાડવાનું કહ્યું હતું. મારી લાગણીઓને માન આપો. મુલાયમ સિંહનું સંબોધન પૂરું થયા બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવ મંચ પર પહોંચ્યા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. તેમણે કહ્યું કે નેતાજીના આગમનથી કાર્યક્રમની શોભા વધી છે.