OMG!/ મુંબઈનાં ઓટો ડ્રાઈવરે પૌત્રીને ભણાવવા વેંચી દીધુ ઘર, આ ચમત્કારી રીતે મળ્યા લાખો રૂપિયા

આજે લોકો પોતાના બાળકોને ભણાવવા માટે રૂપિયા સામે પણ જોતા નથી. આજે ભણવા પર લોકો સૌથી વધારે ભાર આપતા હોય છે.

Ajab Gajab News
Electionn 21 મુંબઈનાં ઓટો ડ્રાઈવરે પૌત્રીને ભણાવવા વેંચી દીધુ ઘર, આ ચમત્કારી રીતે મળ્યા લાખો રૂપિયા

આજે લોકો પોતાના બાળકોને ભણાવવા માટે રૂપિયા સામે પણ જોતા નથી. આજે ભણવા પર લોકો સૌથી વધારે ભાર આપતા હોય છે. ઘણીવાર એવુ પણ સામે આવે છે કે, પોતાના બાળકોને ભણાવવા માટે મિલકતને પણ વેચી દેવામાં પાછી પાની કરતા નથી. ત્યારે આવો જ એક કિસ્સો મુંબઈથી પ્રકાશમાં આવ્યો છે.

OMG! / મહિલાએ લોકડાઉનના નિયમ તોડ્યા, તો પોલીસે દંડ વસૂલવાને બદલે કરી KISS

તાજેતરમાં જ મુંબઈનાં એક ઓટો ડ્રાઈવરની હ્રદય સ્પર્શી વાર્તા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આર્થિક અવ્યવસ્થાને કારણે 74 વર્ષીય દેશરાજે તેની પૌત્રીને ભણાવવા માટે જે કર્યુ તે કહેવામાં જેટલુ સરળ લાગે તેટલુ જ કરવામાં મુશ્કિલ છે. જી હા, આ શખ્સે પોતાની પૌત્રીને ભણાવવા માટે પોતાનું ઘર વેચી દીધું છે. દિકરાનાં મૃત્યુ પછી, તેમના બાળકો અને પત્ની માટે જવાબદાર એવા મોટા દેશરાજ ખૂબ મહેનત કરી રહ્યા છે. હ્યુમન્સ ઓફ બોમ્બે નામનાં ફેસબુક પેજ પર આ હ્રદયસ્પર્શી સ્ટોરી શેર કરી અને લોકોને મદદની અપીલ કરી હતી. આ પહેલ દ્વારા 20 લાખ રૂપિયા ઉભા કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ આ રકમ તેના કરતા ઘણી વધારે એકત્રિત થઇ ગઇ છે. હવે આ પહેલ દ્વારા 24 લાખ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે અને ચેક ઓટો ચાલકને સોંપવામાં આવ્યો છે.

Instagram will load in the frontend.

OMG! / ચાર દિવસ બાદ પત્ની ઘરે આવી તો પતિએ એવી પરીક્ષા લીધી કે ઉકળતા તેલમાં પત્નીના હાથ નાખી દીધા..

હ્યુમન્સ ઓફ બોમ્બેએ ઓટો રિક્ષાચાલક દેશરાજની સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, 6 વર્ષ પહેલા મારો મોટો દીકરો ઘરેથી ગુમ થયો હતો. તે કામ માટે ઘરેથી નીકળ્યો હતો અને પાછો ફર્યો નહોતો. તેના પુત્રની લાશ એક અઠવાડિયા પછી મળી હતી. મુંબઇમાં ખાર નજીક ઓટો ચલાવતા દેશરાજનો 40 વર્ષીય પુત્ર મૃત્યુ પામ્યો, પરંતુ તેમના વૃદ્ધ પિતાને તેમનો શોક કરવાનો સમય પણ મળી શક્યો નહીં. દેશરાજે કહ્યું કે, જ્યારે મારા પૌત્રીએ 12 માં ધોરણની બોર્ડની પરીક્ષામાં 80 ટકા ગુણ મેળવ્યા હતા, ત્યારે મેં ઉજવણી કરતા ગ્રાહકોને મફત સવારી આપી હતી. આ પછી જ્યારે તેની પૌત્રીએ કહ્યું કે, તે બી.એડ કોર્સ માટે દિલ્હી જવા માંગે છે. તો ફરી એક વખત દેશરાજની સામે એક મોટી સમસ્યા ઉભી થઈ હતી. દેશરાજ જાણતા હતા કે તે આટલા પૈસા ભેગા કરી શકશે નહીં. જો કે, તેણે હાર માની નહીં અને તેણે પોતાનું મકાન વેચી દીધું અને તેની પૌત્રીને દિલ્હીની એક શાળામાં પ્રવેશ અપાવ્યો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ