Not Set/ મુંબઈ : ખેડૂતો અને દૂધ મંડળીઓ દ્વારા પોતાની માંગોને લઇ કરવામાં આવ્યો દૂધબંધીનો નિર્ણય

મુંબઈ, મહારાષ્ટ્રમાં દુધ ઉત્પાદક ખેડૂતો અને દૂધ મંડળીઓ દ્વારા દૂધની કિંમતમાં પાંચ રુપિયાનો વધારો કરવા તેમજ દૂધથી બનતા પાવડરની ગ્રાન્ટની માંગ પૂરી કરવા માટે મુંબઈમાં દૂધબંધીનો દાવ રમ્યો છે. પોતાની માંગોને પૂરી કરાવવા માટે દૂધ મંડળી દ્વારા મુંબઈમાં દૂધ પુરવઠો ઠપ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ગત મોડી રાતથી જ દૂધ પુરવઠો બંધ […]

India Trending
milk 7591 મુંબઈ : ખેડૂતો અને દૂધ મંડળીઓ દ્વારા પોતાની માંગોને લઇ કરવામાં આવ્યો દૂધબંધીનો નિર્ણય

મુંબઈ,

મહારાષ્ટ્રમાં દુધ ઉત્પાદક ખેડૂતો અને દૂધ મંડળીઓ દ્વારા દૂધની કિંમતમાં પાંચ રુપિયાનો વધારો કરવા તેમજ દૂધથી બનતા પાવડરની ગ્રાન્ટની માંગ પૂરી કરવા માટે મુંબઈમાં દૂધબંધીનો દાવ રમ્યો છે.

પોતાની માંગોને પૂરી કરાવવા માટે દૂધ મંડળી દ્વારા મુંબઈમાં દૂધ પુરવઠો ઠપ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ગત મોડી રાતથી જ દૂધ પુરવઠો બંધ કરવા માટે આંદોલન શરુ કરી દેવામાં આવ્યુ છે.

દૂધ આંદોલનનુ નેતૃત્વ સ્વાભિમાની શેતકરી પાર્ટીના નેતા અને સાંસદ રાજુ શેટ્ટી કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, “જ્યાં સુધી સરકાર અમારી માંગો નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હાલ આંદોલનકારીઓ દ્વારા સોમવારે મુંબઈમાં દૂધ પુરવઠો રોકવાની વાત કરવામાં આવી છે, પરંતુ જો આંદોલન વધુ ઉગ્ર બનશે તો આગામી સમયમાં મુંબઈમાં દૂધની અછત ઉભી થશે અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીમાં મુકાવુ પડશે.

રાજ્યભરમાં શરુ કરાયેલા આ આંદોલનની શરુઆત રાજુ શેટ્ટીએ ગત રાત્રે ૧૨ વાગ્યે ૧ મિનિટે પંઢરપુરમાં ભગવાન પાંડુરંગના દુગ્ધાભિષેક કર્યા બાદ કરી હતી. આંદોલનકારીઓ રસ્તાઓ પર ઉતરી ગયા છે અને દૂધનો પુરવઠો ખોરવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત કેટલીક જગ્યાએ આંદોલનકારીઓએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની માંગોને સ્વીકારવા સરકાર પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

બીજી બાજુ આ વિરોધ પ્રદર્શનને જાતા પહેલાથી જ રાજ્યના કેટલાક ભાગોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ પોલોસે કેટલાક આંદોલનકારીઓની અટકાયત પણ કરી છે.