Bollywood/ જાણો, કેમ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફેમ ઝીશાન કાદરી સામે નોંધાઈ FIR

મુંબઇ પોલીસે ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં ડેફી નેટનું પાત્ર ભજવનાર ઝીશાન કાદરી સામે એફઆઈઆર નોંધી છે. ઝીશાન પર એક નિર્માતા સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Entertainment
a 36 જાણો, કેમ 'ગેંગ્સ ઓફ વાસેપુર' ફેમ ઝીશાન કાદરી સામે નોંધાઈ FIR

મુંબઇ પોલીસે ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં ડેફી નેટનું પાત્ર ભજવનાર ઝીશાન કાદરી સામે એફઆઈઆર નોંધી છે. ઝીશાન પર એક નિર્માતા સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

નિર્માતાએ આરોપ લગાવ્યો છે કે તેમણે અને તેના મિત્રે વેબ સિરીઝ માટે 1.5 કરોડ રૂપિયા આપ્યા હતા, જે લેખક અને અભિનેતા ઝીશાન કાદરી દ્વારા બનાવવાની હતી, પરંતુ તે વેબ સિરીઝ નહોતી કે નિર્માતાને પૈસા પાછા નથી મળ્યા. આ પછી નિર્માતાએ ઝીશાન સામે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : શહનાઝ ગિલે કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકોને પસંદ આવ્યો કુલ લુક

આપને જણાવી દઈએ કે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં અભિનય સિવાય ઝીશાન કાદરીએ પણ આ ફિલ્મની વાર્તા જાતે લખી હતી. આ સિવાય તેણે ‘મેરુતીયા ગેંગસ્ટર’, ‘હલાહલ’ અને ‘છલાંગ’ જેવી ફિલ્મો લખી છે.

આ પણ વાંચો :આદિત્ય- શ્વેતાના વેડિંગ રિસેપ્શનમાં ગોવિંદા અને ભારતી સિંહ સહિતના આ સેલેબ્સ રહ્યા હાજર

ઝીશાન કાદરીએ ‘રિવોલ્વર રાની’, ‘હોટલ મિલન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ ઝિશાન દિવ્યેન્દુ શર્માની વેબ સિરીઝ ‘બિચ્છુ કા ખેલ’માં જોવા મળ્યો હતો. આ શ્રેણીમાં તેણે પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…