Viral video/ ઉર્વશી રૌતેલાએ દોસ્તના લગ્નમાં કર્યો પંજાબી ઢોલ પર જોરદાર ડાન્સ, જુઓ

ઉર્વશી રૌતેલાનો મ્યુઝિક વીડિયો ‘વો ચાંદ કહાં સે લાઓગી’ તાજેતરમાં જ રિલીઝ થયો છે અને ચાહકોને પણ તેને પસંદ કરી રહ્યા છે. ઉર્વશી રૌતેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત સક્રિય રહે છે,

Entertainment
a 116 ઉર્વશી રૌતેલાએ દોસ્તના લગ્નમાં કર્યો પંજાબી ઢોલ પર જોરદાર ડાન્સ, જુઓ

ઉર્વશી રૌતેલાનો મ્યુઝિક વીડિયો ‘વો ચાંદ કહાં સે લાઓગી’ તાજેતરમાં જ રિલીઝ થયો છે અને ચાહકોને પણ તેને પસંદ કરી રહ્યા છે. ઉર્વશી રૌતેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત સક્રિય રહે છે, અને ચાહકો સાથે ઘણી રમૂજી વીડિયો શેર કરતી રહે છે. આવું જ કંઈક તેના નવા વીડિયોમાં પણ જોવા મળ્યું છે, જેમાં તે પંજાબી સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી છે અને આ તે તેના મિત્રના લગ્નનો પ્રસંગનો વિડીયો છે. ઉર્વશી રૌતેલાના આ વીડિયોને ચાહકોનો પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે.

આ ડાન્સ વીડિયોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં ઉર્વશી રૌતેલાએ લખ્યું છે કે, ‘બારી બરસી ખટન ગયા સી, ખટ કે લિયાંદા પુત્ત, ભંગરા તાં  સજદા જે નચ્ચે મમ્મી પુત્ત.’ આ રીતે આ વીડિયોમાં ઉર્વશી રૌતેલાએ સફેદ સાડી પહેરી છે અને તે લગ્ન પ્રસંગમાં જોરદાર ડાન્સ કરી રહી છે. આ વિડીયો પોસ્ટ કર્યા પછી તરત જ લગભગ બે લાખ વખત જોવામાં આવ્યો છે.

Instagram will load in the frontend.

ઉર્વશી રૌતેલાની ફિલ્મ ‘વર્જિલ ભાનુપ્રિયા’ 2020 માં રિલીઝ થઈ હતી, જોકે લોકડાઉનને કારણે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ઉર્વશી રૌતેલા ‘બ્લેક રોઝ’ નામની હિન્દી-તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. વળી, ઉર્વશી રૌતેલાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોઇંગ છે, અને તેના કારણે તેના વીડિયો ખૂબ વાયરલ થાય છે.

લગ્ન અને છૂટાછેડા અંગે રાખી સાવંતે તોડ્યું મૌન, કહી આ વાત

શું આલિયા ભટ્ટના નવા ઘરમાં તેની સાથે રહે છે રણબીર કપૂર? ફોટો વાયરલ

એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન, દેવોલિના ભટ્ટાચાર્જીએ પોસ્ટ શેર કરી આપી માહિતી

ભારતી-હર્ષનો રોમેન્ટિક વીડિયો વાયરલ, એક બીજાને KISS કરતા જોવા મળ્યા

હિના ખાને ટોપલેસ ફોટા કર્યા શેર, સોશિયલ મીડિયા પર થયા વાયરલ

સૈફ અલી ખાને ફિલ્મ આદિપુરુષને લઈને આપેલા નિવેદન પર માંગી માફી, કહ્યું – ‘મને બિલકુલ ખ્યાલ નહતો કે…’

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…