Not Set/ મુંબઇ: ATMમાં ​​યુવતી સાથે કંઇક આવું થયું, જાણો યુવતીએ કેવી રીતે કર્યો પોતની આબરૂનો બચાવ

મુબંઇનાં થાણે વિસ્તારનાં ATMમાં એક યુવતી સાથે શારીક અડપલા અને અશ્લીલ ચેસ્ટા કરવાની કોશિશ કરવામાં આવી હોવાની અને તે યુવતી દ્રારા મક્કમતાથી ઘટનાને દુર્ધટનામાં ફેરવાતી રોકવાનો સફળ પ્રયાસ કરી, નરાધમ રોમયોને કઇ રીતે પાઠ ભણાવવામાં આવ્યો તેની મહિલાઓએ શીખ લીઘા જેવા ઘટના સામે આવી છે. મુંબઇ આમતો 24 કલાક જાગતું અને ઘબકતું શહેર છે. અને […]

Top Stories India
mum મુંબઇ: ATMમાં ​​યુવતી સાથે કંઇક આવું થયું, જાણો યુવતીએ કેવી રીતે કર્યો પોતની આબરૂનો બચાવ

મુબંઇનાં થાણે વિસ્તારનાં ATMમાં એક યુવતી સાથે શારીક અડપલા અને અશ્લીલ ચેસ્ટા કરવાની કોશિશ કરવામાં આવી હોવાની અને તે યુવતી દ્રારા મક્કમતાથી ઘટનાને દુર્ધટનામાં ફેરવાતી રોકવાનો સફળ પ્રયાસ કરી, નરાધમ રોમયોને કઇ રીતે પાઠ ભણાવવામાં આવ્યો તેની મહિલાઓએ શીખ લીઘા જેવા ઘટના સામે આવી છે.

મુંબઇ આમતો 24 કલાક જાગતું અને ઘબકતું શહેર છે. અને મુંબઇગરા માટે દિવસ-રાત વચ્ચે હવે લાંબો તફાવત જોવા નથી મળતો. મહાનગરોની ભગદોડ અને અતિ વ્યસ્તતામાં અનેક કામો સમય જોયા વિના કરવા જ પડે છે, તે બધા જાણે જ છે. પરંતુ ક્યારે આવા કસમયનાં કામો કેવા મુશ્કેલીમાં મુકી દે છે અને તે મુશ્કેલી સામે કેમ હિંમત સાથે બાથ ભીડવી, તે મુંબઇની આ છોકરીએ શીખ આપી છે.

mum2 મુંબઇ: ATMમાં ​​યુવતી સાથે કંઇક આવું થયું, જાણો યુવતીએ કેવી રીતે કર્યો પોતની આબરૂનો બચાવ

આવી ઘટના ઘટી યુવતી સાથે

મુંબઇનાં થાણે વિસ્તારમાં એક છોકરી વહેલી સવારે 3 વાગ્યે એટો રીક્ષાવાળાને પૈસા ચૂકવવાં અને તે દિવસે જ પોતાનો જન્મ દિવસ હોવાથી પૈસાની જરૂર પડશે જ તેવું વિચારી, એક ATM પર રીક્ષા ઉભી રખાવી પૈસા ઉપાડવા ગઇ હતી. પૈસા ઉપડવામાં કોઇ મુશ્કેલી આવી રહી હતી ત્યારે ત્યાં અચાનક એક યુવક તેની મદદ કરવા ATMમાં પહોંચી ગયો. મદદતો કરતા કરી પણ મદદનાં બહાને અવૈઘ રીતે યુવતીને અડકવાનું શરૂ કરી દીધું હતું. અને એટલું ઓછું હોય તેમ અભદ્ર્ માંગણીની સાથે જ અચાનક પોતાનું ગુપ્તાંગ બહેર કાઢી અશ્લીલ હરકતો કરવા માંડ્યો હતો. યુવતીએ પણ ગજબ હિંમત ભેર યુવકનો અશ્લીલ હરકતો કરતો વિડીયો પોતાનાં મોબાઇલમાં ઉતારી લીધો અને ભાગીને ATM બહાર આવી ગઇ. સદભાગ્યા ત્યારે જ ત્યાં  પોલીસની પેટ્રોંલીગ કરતી PCR વાન આવી પહોંચી. યુવતીએ કોઇ પણ શરમ સંકોચ રાખ્યા વિના પોલીસને સમગ્ર વાતનો ચિતાર આપવાની સાથે સાથે પોતે રેકોર્ડ કરેલો વિડીયો પણ બતાવ્યો.

mum3 મુંબઇ: ATMમાં ​​યુવતી સાથે કંઇક આવું થયું, જાણો યુવતીએ કેવી રીતે કર્યો પોતની આબરૂનો બચાવ

હિંમત સાથે યુવતીએ કર્યું કઇક આવું

પોલીસે પણ ઘટના હાલમાં જ બની હોવાથી તુરંત પેલા બદમાશની શોધ શરૂ કરી દીધી હતી. અને તતકાલ નરાધમને ડબોચી લેવાનાં ચક્રો ગતીમાન કરી દીધા હતા. યુવતિએ આટલામાં સંતોષ ન માની લેતા. પોતે ઉતારેલો વિડીયો સોશિયલ મિડ્યામાં અપલોડ કરી દીધો. પોતાનાં ટ્વીટર પર સંપૂર્ણ વિડિઓ અપલોડ કરવાની સાથે સાથે #થાણે સિટીપુલિસ, # સીપી_એમએમસી_પોલિસને ટેગ કરી લખ્યું કે  “તેણી હંમેશાં પોતાનાં વિસ્તાને સલામત  હતી. તેને આવી ઘટના બનશે તેવી અપેક્ષા પણ રાખી નહોતી. પરંતુ એક માનસિકદુર્બળતાવાળી વ્યક્તિએ આ કૃત્ય તેવા સ્થળે કર્યું જ્યાં CCTV કેમેરા લાગેલા છે. આ ક્યારે બંધ થશે? “

 

થોડી જ છણોમાં વિડિઓ થયો ટ્રેંડ

ઘટનામો ટ્વીટ કરેલો વિડિઓ ટ્રેન્ડીંગ થવાનો શરૂ થયો ને દરેક લોકોએ યુવાતીની બહાદુરીનાં પ્રશંસા કરી. અને મુંબઇ પોલીસને આવા માનસિક વિક્લાંગ આરોપી યુવાનની ધરપકડ કરવા દબાણ કર્યું. બૉલીવુડ  અભિનેત્રી ગુલ પનાંગે પણ વિડિઓ નોટિસ કર્યો અને ટ્વિટ કરી કહ્યું કે  આ એક શરમ જનક ઘટના છે અને આરોપી યુવકને “માનસિક બીમાર” કહ્યો હતો. મુંબઈ પોલીસે વીડિયોનાં આધારે FIR દાખલ કરી આરોપી યુવાનોની ધરપકડ કરી હતી. અને યુવા મહિલાને ટ્વિટ કરીને યુવાનની ધરપકડની જાણ પણ કરવામાં આવી હતી. તો યુવતી દ્રારા ટ્વીટ કરી મુંબઇ પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો.