Not Set/ સંસ્કૃતમાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ કર્યુ Ph.D., રચ્યો આવો અનોખો ઈતિહાસ

ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ ઈતિહાસ રચ્યો છે. મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં Ph.D. કરી શહેરનું ગૌરવ વધારવાની સાથે એક અનોખી મિસાલ રજૂ કરી છે.

Top Stories
salima સંસ્કૃતમાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ કર્યુ Ph.D., રચ્યો આવો અનોખો ઈતિહાસ

@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ ઈતિહાસ રચ્યો છે. મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં Ph.D. કરી શહેરનું ગૌરવ વધારવાની સાથે એક અનોખી મિસાલ રજૂ કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં Ph.D.ની પદવી એનાયત કરી હતી. 56 વર્ષ બાદ યુનિવર્સિટીમાં કોઈ મુસ્લિમ યુવતીએ આ ડિગ્રી મેળવી હોય તેવી પ્રથમ ઘટના છે.

  • સંસ્કૃતમાં સલમાની સિદ્ધિ (હેડિંગ)
  • 56 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં સર્જાયો રેકોડર્ડ
  • સંસ્કૃત વિષય સાથે મુસ્લિમ યુવતી દ્વારા પૂર્ણ કરી પીએચડી
  • સંસ્કૃતની એવી તે ધૂન લાગી કે
  • આ રૂચીને PhDમાં તબદીલ કરી

અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના ઈંગોરાળા ગામની સલમા કુરેશીએ ૨૦૧૭માં સપ્ટેમ્બરમાં ગુજરાત યુનિ.માં પીએચડી પ્રવેશ પરીક્ષા અને ઈન્ટરવ્યુ પ્રક્રિયા પાસ કર્યા બાદ આર્ટસ ફેકલ્ટીમાં સંસ્કૃત વિષયમાં અધ્યાપક ડૉ.અતુલકુમાર ઉનાગરની ગાઈડશિપમાં પીએચડી શરૂ કર્યુ.

સલમા કુરેશીએ ધો.૧૦ બાદ ધો.૧૧ આર્ટસમાં પ્રવેશ લીધો અને ત્યારથી જ સંસ્કૃતમાં રૂચી લાગી ગઈ અને ધો.૧૨માં પણ સંસ્કૃત વિષય સાથે બોર્ડ પરીક્ષા પાસ કરી હતી. હવે આજે એ જ સંસ્કૃતે સલમાને અનેરી સિદ્ધિ અપાવી છે. ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃતમાંથી પીએચડી કરનારી 56 વર્ષ બાદ કોઇ મુસ્લિમ યુવતી બની ગઇ છે.

  • પૂરાણોમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ પર કરી PhD
  • ગુજરાત યુનિવર્સિટી તરફથી અપાઇ ડિગ્રી
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે બી.એ કર્યું
  • ભાવનગર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી

સલમા કુરેશીને ગીતા-પુરાણ વાંચવાનો શોખ

સંસ્કૃત વિભાગમાં અત્યાર સુધી કોઈ મુસ્લિમ મહિલાએ પીએચ.ડી નથી કર્યું. સલમા કુરેશી સંસ્કૃત સાથે પીએચ.ડી થનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. પુરાણોમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ આ વિષય પર પોતાનો અભ્યાસ સંસ્કૃતમાં પૂર્ણ કર્યો છે. જે બદલ પીએચડીનું નોટીફિકેશન યુનિવર્સિટી તરફથી અપાયું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં 1964થી સંસ્કૃત વિભાગ ચાલે છે. જેમાં સલમા કુરેશી સિવાય કોઈ મુસ્લિમ આજ સુધી આ વિષયમાં પીએચ.ડી માટે એડમિશન લીધું નહતું. આ પહેલા ગુજરાતમાં એક જ મુસ્લિમ મહિલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પીએચ.ડી કર્યુ છે.

સંસ્કૃતના પ્રોફેસર બનવાની સલમાની ઇચ્છા

સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે, ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ સમજીને અમરેલી જિલ્લાની મુસ્લિમ વિદ્યાર્થિનીએ આ અભ્યાસ કર્યો છે જે ગૌરવની વાત છે. ગીતા, પુરાણો, ધર્મ ગ્રંથો વાંચવાનો પહેલાથી જ સલમાને શોખ હતો જેથી સ્કૂલથી જ મેં સંસ્કતમાં પીએચ.ડી કરવાનું નક્કી કરી લીધું હતું.

આ પણ જુઓ – સંસ્કૃતમાં સલામની સિદ્ધિ